આ છે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, કિંમત સોના ચાંદી કરતા પણ મોંઘી

Story

ભારત ખેતી પ્રધાન દેશ છે. અહી ઘણા બધા ફાળો, શાકભાજી, અનાજ અને કઠોળનું વાવેતર થાય છે. હાલના સમયમાં ભારતમાં તમામ શાકભાજીની કિંમત આસમાને પહોંચી ગઈ છે. પરંતુ આજે આ અમે તમને એક એવા શાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોંઘું શાક છે. તમે આ 1 કિલો શાકની તુલનામાં 10 ગ્રામ જેટલું સોનું ખરીદી શકો છો.

આ ખાસ પ્રકારના શાકભાજીનું નામ હોપ શૂટ છે. આ એક એવી શાકભાજી છે જેની માંગ યુરોપના દેશોમાં સૌથી વધારે છે. આ શાકભાજીના ફૂલને હોપ કોન કહેવામાં આવે છે. જેનો ઉપયોગ બિયરમાં થાય છે. હોપ શૂટની ડાળીનું શાક બનાવવામાં આવે છે. કેટલાક લોકો આ શાકભાજીના અથાણાં પણ બનાવે છે. આ શાકભાજીના ફૂલ સ્વાદમાં ખુબજ તીખા હોય છે.

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં રહેતા ખેડૂત રમેશભાઈ આ ખાસ પ્રકારની શાકભાજીની ખેતી શરૂ કરી રહ્યા છે. તેમણે ભારતીય શાકભાજી સંશોધન કેન્દ્રની દેખરેખ હેઠળ પાંચ હેકટર જમીનમાં આ શાકભાજીનું ખેતી શરૂ કરી છે. જો તેઓ આ શાકભાજીનું વાવેતર કરવામાં સફળ થશે તો બિહારના ખેડૂતોનું ભાગ્ય પલટી શકે છે.

હોપ શૂટમાં વિવિધ પ્રકારના એન્ટિબાયોટિક ગુણધર્મો છે. તેથી તેનો ઉપયોગ જડીબુટી તરીકે પણ થાય છે. દાંતના દુખાવાથી માંડીને ટીબીની સારવાર સુધીની દરેક બાબતમાં તેનો ઉપયોગ થાય છે. તેને કાચું પણ ખાઈ શકાય છે. પરંતુ તે ખૂબ કડવું છે. ઘણા બધા ફાયદા થવાને કારણે તેની કિંમત ખૂબ વધારે છે. તેની 1 કિલોગ્રામની કિંમત એક લાખ રૂપિયા છે. જે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી છે.

Leave a Reply

Your email address will not be published.