કોંગ્રેસના સિનિયર નેતાનું 25 વર્ષીય યુવતી સાથે ઇલુ ઇલુ, ચૂંટણી પહેલા પ્રેમ પ્રકરણ સામે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા

India

આજના સમયમાં રાજકારણમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી રહી છે જે લોકો માટે ચર્ચાનો વિષય બની જાય છે. ત્યારે હાલ રાજકારણમાંથી એક પ્રેમ સંબંધના સમાચાર સામે આવ્યા છે. રાજકીય નેતાના ઇલુ ઇલુના સમાચાર સામે આવતા લોકો ચોંકી ગયા. આ સમાચાર સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

એક જાણીતી ગુજરાતી ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર હાલમાં કોંગ્રેસના એક સિનિયર નેતાના 25 વર્ષીય યુવતી સાથે સંબંધ હોવાની ચર્ચાથી તેઓ ફરીથી વિવાદમાં આવ્યા છે. અગાઉ પણ આ નેતા પોતાની પત્ની સાથે અણબનાવને લઇને ચર્ચામાં આવ્યા હતા. ત્યારે લગ્નેતર સંબંધ સિવાય અને પ્રેમસંબંધને લઇને ચર્ચામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ સમાચાર સામે આવતા જ લોકો તેના વિશે ચર્ચાઓ કરી રહ્યા છે. આ મામલે યુવતીના પરિવારજનોને ખબર પડતા જ તેઓએ નેતાને બરાબર ઠપકો પણ આપ્યો હોવાની માહિતી સામે આવી છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ પાર્ટીના સિનિયર નેતાઓના પ્રેમપ્રકરણ સામે આવતા લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

આ બાબતે એક પોસ્ટ પણ વાયરલ થઇ રહી છે. અગાઉ પણ રાજકોટના ભાજપના પૂર્વ કોર્ટપોરેટર અને એક મહિલા અધિકારી વચ્ચેના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતા. ત્યારે મ્યુનિસિપલ કમિશન સુધી વાત પહોંચાડતા અંતે સેનેટરી વિભાગના મહિલા ઑફિસરની બદલી કરવામાં આવી હતી. ત્યારે હાલ આ કોંગ્રેસ નેતાના મહિલા સાથે ઇલુ ઇલુન સમાચાર ટ્રેન્ડ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.