તૃષા હત્યાકાંડ વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર માત્ર સાત દિવસમાં રજુ કરાઈ 370 પાનાની ચાર્જશીટ, રીમાંડમાં પોલીસને પ્રાપ્ત થઈ આ અગત્યની માહિતી

Gujarat

વડોદરા શહેરના નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક ગત 22 માર્ચના રોજ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 19 વર્ષીય યુવતીની ક્રુરતાથી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં લોહીથી લથબથ હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. હત્યારાએ યુવતીનો જમણો હાથ કાપીને ફેંકી દીધો હતો.

જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં 19 વર્ષીય તૃષાની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા કલ્પેશને દબોચી લીધો હતો. ત્યારબાદ તેના 3 દિવસના રિમાન્ડ મેળવી મહત્વના પુરાવા એકત્ર કરી આજે સાતમાં દિવસે ક્રાઇમ બ્રાન્ચે 370 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. વડોદરાના ઇતિહાસમાં પ્રથમવાર માત્ર સાત દિવસમાં 370 પાનાની ચારશીટ રજૂ કરાઈ.

આરોપી કલ્પેશના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. આ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન તેમજ અતિ મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. આ ઘટના પ્રિ-પ્લાન હોય તેવુ લાગી રહ્યું હોવાથી કલ્પેશના રિમાન્ડ દરમિયાન આ બાબતે પૂછપરછ કરતા તૃષાની હત્યાના એક દિવસ અગાઉ આરોપીએ ઘટના સ્થળની રેકી કરી હતી અને ત્યારબાદ બીજી દિવસે ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના ઇતિહાસમાં પ્રથમવાર માત્ર સાત દિવસમાં 370 પાનાની ચાર્જશીટ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી. આ મામલે સાઇન્ટિફીક એવિડન્સ, ફોરેન્સિક રિપોર્ટ, મેડિક્લ રિપોર્ટ, CCTV ફુટેજ, ફોન કોલ ડીટેઇલ્સ, સાંયોગિક પુરાવા એકત્ર કરાયા છે. હાલ આ ઘટના અંગે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.