કહેવાય છે કે જો તમે કંઈક કરવાનું નક્કી કરી લો અને તેના માટે તનતોડ મહેનત કરો ચો તો તમને તમારી મંઝિલ સુધી પહોંચવામાં કોઈ રોકી શકતું નથી. આ ઉદાહરણ વાસ્તવિક જીવનમાં IPS ઓફિસર મનોજ કુમાર શર્માએ સાબિત કરી બતાવ્યું છે. તેમના જીવનના શરૂઆતના દિવસોમાં તેમણે ઘણી સમસ્યાઓનો સામનો કરવા છતાં હાર માની નહીં કારણ કે તેમનામાં આઈપીએસ અધિકારી બનવાની ઝંખના હતી.
મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના રહેવાસી મનોજ કુમાર શર્મા તેમના શાળાના દિવસોમાં કોઈ ટોપર નહીં પરંતુ સામાન્ય વિદ્યાર્થી હતા. તેઓ 12મા ધોરણમાં નાપાસ થયા હતા. તે પણ હિન્દી સિવાયના તમામ વિષયોમાં નાપાસ થયા હતા. ત્યારબાદ તેમણે પોતાના ભાઈ સાથે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું.
એક દિવસ પોલીસે તેની રીક્ષા પકડી લીધી. તે પોતાની રીક્ષા છોડાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે પહોંચ્યા પરંતુ જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે તે ચૂપ થઈ ગયા. જો કે આ દરમિયાન તેમણે પૂછ્યું કે SDM કેવી રીતે બની શકાય. પછી શું હતું મનોજ કુમારે મન બનાવી લીધું કે હવે તો મારે SDM બનવાની તૈયારી કરવી છે.
આ માટે તેઓ ગ્વાલિયર આવી ગયા પરંતુ અભ્યાસ દરમિયાન તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી જેના કારણે તેઓ ટેમ્પો ચલાવતા હતા. ઉપરાંત ક્યારેક તેમને ભિખારીઓ સાથે પણ સુવું પડતું હતું. મનોજ કુમાર લાઇબ્રેરીમાં પણ કામ કરતા હતા અને તેને વિચારકો દ્વારા ખબર પડી હતી કે SDM કરતાં મોટી બીજી કોઈ પોસ્ટ પણ જોય છે. તો તેણે વિચાર્યું કે તે જ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ.
મનોજ કુમાર જ્યારે 12મા ધોરણમાં હતા ત્યારે તેને તેના ક્લાસમાં ભણતી છોકરી સાથે પ્રેમ થયો હતો પરંતુ તે ક્યારેય પોતાનો પ્રેમ વ્યક્ત કરી શક્યા નહીં. ખૂબ જ પ્રયત્નો કર્યા પછી તેઓ તે છોકરી પાસે ગયા અને તેને કહ્યું કે જો તું હા કહે તો હું આખી દુનિયાને ફેરવી દઈશ.
તેમની ગર્લફ્રેન્ડ એટલે કે જે હવે તેની પત્ની છે તેણે તેને UPSC પાસ કરવા કહ્યું. UPSC ની તૈયારી દરમિયાન તેમની પત્ની શ્રદ્ધાએ પણ ઘણો સાથ આપ્યો અને અંતે ત્રણ પ્રયાસો બાદ ચોથા પ્રયાસમાં સફળતા મળી. તમને જણાવી દઈએ કે મનોજના પત્ની શ્રદ્ધા પણ ઈન્ડિયન રેવન્યુ સર્વિસમાં ઓફિસર છે.