સ્વામિનારાયણ સંપ્રદાયના આ ગુજરાતી યુવક માટે અમેરિકાની આર્મીએ બદલી નાખ્યા પોતાના નિયમો, જાણીને તમે પણ કહેશો વાહ

Story

ભારત ધાર્મિક દેશ છે. ધર્મ સાથે જોડાયેલા આ દેશમાં દરેક ધર્મનું સમ્માન કરવામાં આવે છે. ભારતના લોકો ભલે દેશ વિદેશ જાય પણ પોતાના ધર્મ અને પોતાના ધર્મ સાથે જોડાયેલા નિયમો સાથે ક્યારેય પણ બાંધછોડ કરતા નથી. આવા જ એક વ્યક્તિ વિશે આજે અમે તમને જણાવીશું. સ્વામિનારાયણ સંપ્રદાયના આ વ્યક્તિ માટે તો અમેરિકાએ પણ પોતાના નિયમો બદલી નાખ્યા.

હકીકતમાં આ ગુજરાતી યુવક અમેરિકન વાયુ સેવામાં કાર્યરત છે. જેમનું નામ દર્શન છે. આ યુવક પોતાના માથા પર નિત્ય તિલક કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ યુવક ભલે વિદેશમાં કાર્યરત છે પરંતુ તેમણે પોતાના ધર્મના નિયમોને તોડ્યા નથી. અમેરિકાના વ્યોમિંગમાં એક એરબેસમાં તૈનાત ગુજરાતી દર્શન છેલ્લાં બે વર્ષથી ડ્યૂટીમાં તિલક રાખવા દેવાની મંજૂરી માંગી રહ્યો હતો.

તેમણે અમેરિકીન સેનાની ટ્રેનિંગ લીધા બાદ તિલક સાથે ડ્યુટી કરવા દેવાની માંગ ઉઠાવી હતી. આ અંગે તેમણે અમરીકન વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડ સાથે સંપર્ક કર્યો હતો. તેઓ તિલક રાખવાની મંજૂરી માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે હિન્દુ આસ્થાનું સમ્માન કરતા અમેરિકન વાયુ સેનાએ આ યુવકને તિલક રાખવાની મંજૂરી આપી દીધી છે.

દર્શન 2020 થી તિલક રાખવા માટે મંજૂરી માંગી રહ્યા હતા. તેમનો પરિવાર મૂળ ગુજરાતનો છે. પરંતુ તેઓ વર્ષો પહેલાં અમેરિકા સેટલ થયા હતા. તેમનો પરિવાર અમેરિકામાં મિનેસોટામાં રહે છે. તેઓ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન એટલે કે બીએપીએસ સાથે જોડાયેલા છે. તેઓ દરરોજ પૂજા અને તિલક કરે છે.

દર્શન પોતાની નોકરી દરમિયાન પણ તિલક રાખવા માંગતા હોવાથી તેમણે તિલક રાખવા માટેની મંજૂરી માંગી હતી. તમને કહેવું છે કે દરેક કામ કરતી વખતે તિલક લગાવવું ખૂબ સારું છે. દર્શન જણાવે છે કે દરેક ધર્મમાં તિલક લગાવવાની પરંપરા છે. તેમણે આ ધાર્મિક મંજૂરી માટે ખૂબ મહેનત કરી અને અંતે તેમની મહેનત રંગ લાવી. અમેરિકન નેવીએ તેમના માટે પોતાના નિયમો બદલી નાખ્યા અને દર્શનને નોકરી દરમિયાન તિલકની મંજૂરી આપી.

Leave a Reply

Your email address will not be published.