છેલ્લા 32 વર્ષથી ગુજરાતના આ બરફ ગોળા ખાવાથી દૂર દૂરથી આવે છે લોકો, તમે આ બરફ ગોળા ખાધા છે કે નહિ

Gujarat

ઉનાળાની શરૂઆત થતાં જ લોકોને ગોળા ખાવાની ઈચ્છા થાય છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઠંડા ઠંડા ગોળા ખાવાનો લુફત ઉઠાવે છે. ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડો અને એકદમ રસીલો ગોળો ખાવાની મજા જ કંઈક અલગ છે. બરફ ગોળો એ એવી વસ્તુ છે નાના બાળકોથી માંડીને મોટા લોકોને પણ ખુબ જ ભાવે છે.

તમામ લોકોને ઠંડા ઠંડા ગોળા ખાવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને આપણા ગુજરાતીઓ તો ખાવા પીવાના શોખીન હોય છે. ત્યારે જો ઠંડો ઠંડો રસદાર ગોળો મળી જાય તો તેઓ તૂટી પડે. ત્યારે આજે અમે તમને ગુજરાતના એક પ્રખ્યાત ગોલા સેન્ટર વિશે જણાવીશું જે રાજકોટમાં આવેલું છે. છેલ્લા 37 વર્ષથી લોકોને ગોલાનો સ્વાદ ચખાડતા આ ગોલા સેન્ટર પર દૂર દૂરથી લોકો ગોલા ખાવા આવે છે.

ગુજરાતના રાજકોટમાં આવેલ આઝાદ હિન્દ ગોલા આઈસ ડીશ સેન્ટર ખુબજ પ્રખ્યાત છે. અહી લોકો દૂર દૂરથી સ્પેશ્યલ ગોલા ખાવા માટે આવે છે. આ ગોલા વાળાએ આજથી 32 વર્ષ પહેલાં એક ઓટો રિક્ષા લઈને શેરીએ શેરીએ ગોલા વેચવાનું શરૂ કર્યું હતું. સળી વાળા ગોલાથી શરૂઆત કરેલા આ સેન્ટર દ્વારા આજે મોંઘા મોંઘા ડ્રાયફ્રુટ ગોળાનો સ્વાદ લોકોને ચખાડવામાં આવે છે. સૌથી જુના અને જાણીતા ગોલામાં તેઓ પ્રખ્યાત છે.

રાજકોટમાં તેમની આઝાદ હિન્દ ગોળા આઈસ ડીશ નામની મોટી દુકાન ચાલે છે. જ્યાં તમને અવનવા, ભાત ભાતના ટેસ્ટમાં બરફ ગોળા ખાવા મળશે. જેમાં માવા મલાઈ, ચોકો કેડબરી,માઝા મેંગો, કેસર પિસ્તા, કાજુ બદામ જેવા અવનવા બરફ ગોળા મળે છે. જેની કિંમત માત્ર 150 રૂપિયાથી લઇને 200 રૂપિયા હોય છે. આ ગોળા લોકોને ખૂબ જ પસંદ છે.

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ઇન્દિરા સર્કલ નજીક આ ગોલા સેન્ટર આવેલ છે. જ્યાં સવારે 11 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી ગોલા ખાવાના રસિયાઓની મોટી ભીડ જામેલી રહે છે. ગરમીના દિવસોમાં લોકો આ ગોલા ખાઈને ઠંડક અનુભવે છે. જો તમે પણ રાજકોટ જાવ છો તો આ ગોલા સેન્ટર પર ગોલા ખાવાનો લ્હાવો અવશ્ય લેજો. રાજકોટ જ નહિ પરંતુ ગુજરાતના દરેક સ્થાન પર અવનવી ખાદ્ય વસ્તુઓ ખૂબ પ્રખ્યાત છે.

Leave a Reply

Your email address will not be published.