હીટવેવના પગલે ફરી એકવાર મોટું વાવાઝોડું આવવાની શક્યતા, જાણો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શું કરી આગાહી

Weather

ઉનાળાની શરૂઆત થતાં જ લોકોને ગરમીનો અહેસાસ થવા લાગે છે. આ વર્ષે તો ગયા વર્ષની સરખામણીમાં વધારે ગરમી છે. અમદાવાદમાં ગરમીનો પારો 41.9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે આગામી પાંચ એપ્રિલ સુધી અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં ગરમીની ભારે અસર રહેશે. તાપમાનમાં વધારો થતાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. સુરત, અમદાવાદ અને ગાંધીનગર જેવાં શહેરોની અંદર કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કાળઝાળ ગરમીની આગાહી આપી છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના કેટલા જિલ્લાઓ ની અંદર ખૂબ જ ભારે તાપ પડી રહ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે તાપમાનનો પારો હજુપણ ઊંચો જવાની શક્યતા છે. લોકોને આ કાળઝાળ ગરમીથી બચવા જરૂર વગર બહાર ન નીકળવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

જ્યારે સોમવારે અને મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશેઆ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ગરમીને લઇને કેટલીક સાવચેતીભર્યા પગલાં રાખવા માટે પણ જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નાના બાળકો સહિત વડીલોને ભારે તાપની અંદર જવા દેવા જોઈએ નહીં. તેની સાથે પાણી પણ ભરપૂર માત્રા માં પીવું જોઈએ. જેનાથી આપણા શરીર કાળઝાળ ગરમીની સામે ટકી રહે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષની અંદર માર્ચ મહિનામાં પહેલી ગરમીનો પારો એટલો ઊંચો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ ગરમી વધશે તેવા એંધાણ છે. ત્યારે કોલકાતાના સેન્ટર ઓફ એકસેલન્સ ઈન સ્પેસ સાયન્સના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે 28 માર્ચના રોજ સૂર્યમાં એક ભયંકર વિસ્ફોટ થયો હતો જેની પૃથ્વી પર જોવા મળશે.

ઉપરાંત એક મધ્યમ વાવાઝોડું છે પરંતુ તે લગભગ 496 થી 607 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાશે જેને લઇને ઘણા વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે. વાવાઝોડા 1859,1921 અને 1989 બાદ આ વિશ્વમાં સૌથી ગંભીર વાવાઝોડું લાગી રહ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાશે તો ભારે નુકશાનનો સામનો કરવો પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ તમામ વચ્ચે એક કમોસમી વરસાદની આગાહી આપી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટો આવશે જેના ભાગ રૂપે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેના ભાગરૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. જો કે વાતાવરણમાં પલટો આવતાં આગાહીમાં ફેરફાર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.