ગુજરાતની આ 100 વર્ષ જૂની રેસ્ટોરન્ટમાં દૂર દૂરથી લોકો ખમણ ઢોકળા ખાવા આવે છે, દુનિયાએ તો ચાખી લીધા તમે ચાખ્યા કે નહી

Story

ગુજરાત ખાણીપીણી માટે જાણીતુ છે. જ્યારે પણ ખાણી પીણીની વાત આવે ત્યારે ગુજરાતનું નામ સૌથી પહેલા આવે છે અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ. અમદાવાદ એ ખાણીપીણી માટે શહેર તો શહેર છે. અહીં સો વર્ષ જૂની રેસ્ટોરન્ટ આવેલી છે જ્યાં લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે. ગુજરાતી લોકો ચટાકેદાર ખાવાના શોખીન છે.

અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું સિટી છે. અમદાવાદમાં લાજવાબ ખાણી પીણીની વસ્તુઓ મળી રહે છે જેને ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. જ્યારે પણ ખાણીપીણીની વાત આવતી હોય અને તેમાં પણ ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલા ખમણ ઢોકળાની યાદ આવે છે. ગુજરાતના ખમણ ઢોકળા તો દુનિયાભરમાં જાણીતા છે.

ગુજરાતી થાળી તો દુનિયાભરમાં પ્રખ્યાત છે. દરેક સિટીમાં ગુજરાતી રેસ્ટોરન્ટ હોય જ છે. ત્યારે આજે અમે તમને ફેમસ ગુજરાતી ખાણીપીણી વિશે જણાવશું. ગુજરાતના ખાણીપીણી માટે જાણીતા શહેર અમદાવાદમાં ખમણ ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. અમદાવાદમાં આવેલ દાસ ખમણ છેલ્લા 100 વર્ષથી ચાલે છે. તેની શરૂઆત 1922 એટલે કે આઝાદી પહેલા થઈ હતી. જેને અત્યારે સો વર્ષ થઇ ગયા છે. અહીં અલગ અલગ વેરાઇટીના ખમણ મળી રહે છે.

અમદાવાદની જાણીતી આ ખમણ રેસ્ટોરન્ટમાં સાદા ખમણ અને ટમ ટમ ખમણ મળે છે. જે ખૂબ જ ચટાકેદાર હોય છે ખાટા-મીઠા દહીંવાળા ખમણ, આ ઉપરાંત ચટાકેદાર ફુદીના વાળા અને મુલાયમ નાયલોન ખમણ મળે છે. જેને ખાવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. 1922 માં આઝાદી પહેલા પીતાંબરદાસ ઠક્કર અને તેમના પત્નીનએ હોમ મેડ રેસીપીથી આ બનાવવાની શરૂઆત કરી હતી.

ખમણ બનાવીને તેમણે પોતાના ઘરની બહાર સ્ટોલ લગાવીને વેચવાનું શરૂ કર્યું હતું. લોકો ધીમે ધીમે આ ખમણ ખાવા આવવા લાગ્યા. તેમના આ ખમણ એટલા પ્રખ્યાત થઈ ગયા કે આજે દૂર-દૂરથી લોકો અમદાવાદના દાસ કાકાના ખમણ ખાવા માટે આવે છે. ઘરે ખમણ બનાવી સ્ટોલ લગાવીને વધી રહેલા દાસ કાકાના ખમણ એટલા પ્રખ્યાત થઈ ગયા કે આજે સમગ્ર ભારતમાં દાસ કાકાના ખમણની સાત બ્રાન્ચ છે. અહી અલગ અલગ ખમણ માત્ર 200 રૂપિયા પ્રતિ કિલો વેચવામાં આવે છે જેને ખાવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

ગુજરાત અલગ અલગ પ્રકારની વાનગીઓ માટે જાણીતું છે. જ્યારે આપણે ગુજરાતી વાનગીઓની વાત કરી રહ્યા હોય ત્યારે સૌપ્રથમ ફાફડા જલેબી યાદ આવે છે. ગુજરાતીઓ તો ફાફડા જલેબી ખાવા માટે ખૂબ ઉત્સુક હોય છે. ત્યારે અમદાવાદના ઓસવાલ ફાફડા ખૂબ જ જાણીતા છે. જે છેલ્લા 50 વર્ષથી લોકોને ફાફડા જલેબીનો સ્વાદ ચખાડી રહ્યા છે.

વર્ષ 1972 મા શરૂ થયેલ ઓસવાલ ફાફડા જલેબી ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. લોકોને આ ફાફડા જલેબી ખૂબ જ પસંદ છે. દાસ ખમણની બાજુમાં જ આવેલ ઓસવાલ રેસ્ટોરન્ટમાં ફાફડા જલેબી ખાવા માટે માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાંથી લોકો આવે છે. જલેબી ફાફડાને તો ગુજરાતી લોકોનો શ્રેષ્ઠ નાસ્તો માનવામાં આવ્યો છે.

હાલ સિદ્ધાર્થ ભાઈ શાહ આ જલેબી ફાફડાની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. 1972 મા શરૂ થયેલી આ રેસ્ટોરન્ટ આજે શાહ પરિવારની ચોથી પેઢી ચલાવી રહી છે. કહેવાય છે કે ગુજરાતીઓ જલેબી ફાફડાને દિલથી પ્રેમ કરે છે એટલે કે તે લોકો જલેબી ફાફડા ખાવાના ખૂબ જ શોખીન છે. તમને જાણીને નવાઈ લાગશે કે ધીરુભાઈ અંબાણી પણ અહીંના જલેબી ફાફડાં ખાવાના શોખીન હતા. એમ એ ભૂષણ સાહેબ તો ખાસ અહીંથી જલેબી ફાફડા મંગાવતા હતા.

ખાણી પીણીની વાત થતી હોય અને પાણીપુરી ન આવે એવું તો બને જ નહિ. ગુજરાતની ગલીએ ગલીએ પાણીપુરી મળે છે. પરંતુ અમદાવાદની આ નાયલોન પાણીપુરી ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે. અમદાવાદમાં છેલ્લા 60 વર્ષથી રુક્ષ્મણી પાણીપુરીની દુકાન ચાલે છે જેની મુલાયમ પાણીપુરી ખૂબ જ પ્રખ્યાત છે. લોકો આ પાણીપુરી ખાવાના શોખીન છે.

1983 મા શરૂ થયેલ આ નાયલોન પાણીપુરી આખા અમદાવાદમાં પ્રખ્યાત છે. અમદાવાદના રૂક્ષ્મણી બહેને પોતાની હોમમેડ રેસીપીથી નાયલોન પાણીપુરી બનાવી રુક્ષ્મણી પાણીપુરીની શરૂઆત કરી હતી. ત્યારથી આ પાણીપુરી લોકોને એટલી પસંદ આવવા લાગી છે કે લોકો આ નાયલોન પાણીપુરી ખાવાના ચાહક બની ગયા છે.

ગુજરાતનું ચટાકેદાર ખાવાનું જ નહીં પરંતુ મીઠાઈ પણ ખૂબ જ પ્રખ્યાત છે. અમદાવાદ મીઠાઈની વાત જ્યારે આવે ત્યારે સૌથી પહેલા માણેકચોકનું નામ આવે છે. અહીં 175 વર્ષ જૂની કંદોઈ કંદોઈ ભોગીલાલ મૂળચંદ બરફીવાલા મીઠાઈની દુકાન આવેલી છે જે ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દુર દુરથી અહીં મીઠાઈ લેવા માટે આવે છે. આ મીઠાઈ શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવે છે. જે ખાવા માટે અને લેવા માટે લોકો આવે છે. અહીંનો મોહનથાળ અને બરફી તો ખૂબ જ પ્રખ્યાત છે.

અમદાવાદનો માણેકચોક સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં સાંજ પડતા જ જુદા જુદા ફુડ સ્ટોલ લાગી જાય છે જે મોડી રાત સુધી ચાલે છે. અહીંની પાવભાજી, સેન્ડવીચ, વાલમ ઢોસા અને ચાઈનીઝ ફુડ ખૂબ જ પ્રખ્યાત છે. જેનો લાભ ઉઠાવવા માટે દૂર દૂરથી લોકો આવે છે. માણેક ચોકમાં ખાવા માટે લોકોની લાઈન લાગે છે. અહીંના ઘૂઘરા અને અશ્રફિલાલની કુલ્ફી તો ખૂબ જ પ્રખ્યાત છે. ખાણી પીણી માટે પ્રખ્યાત શહેર અમદાવાદમાં સ્વાદનો ચટકો લેવા માટે ભારત ભરમાંથી લોકો આવે છે.

Leave a Reply

Your email address will not be published.