અચાનક જ પુલ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાની ગાડીનો કાફલો ઉભો રખાવ્યો અને પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો વાહ હર્ષભાઈ વાહ

Gujarat

આજના સમયમાં અવારનવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો ડિપ્રેશનના કારણે આવા પગલાં ભરતા હોય છે. ત્યારે હાલ સુરતની એક દીકરી પણ આત્મહત્યા કરવા જઈ રહી હતી. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મરવા જઈ રહેલી સુરતની આ યુવતીને સમજાવીને તેનો જીવ બચાવ્યો.

સુરતમા ગત રોજ એક યુવતી પાલ ઉમરા બ્રિજ પરથી આત્મહત્યા કરવા જઈ રહી હતી. આ સમયે ભીડ જોઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો કાફલો અટકાવ્યો અને આ યુવતીને સતત પાંચ મિનિટ સુધી સમજાવી. ગૃહ મંત્રી હર્ષ સંઘવી અડાજણ વિસ્તારમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે પાલ ઉમરા બ્રિજ પરથી એક યુવતી આપઘાત કરવા જઈ રહી હતી.

યુવતી આપઘાત કરવા જઈ રહી હતી તેથી આસપાસમાંથી લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન ભીડ જોઈને ગૃહ રાજ્યમંત્રીએ પોતાનો કાફલો અટકાવ્યો અને તાત્કાલિક યુવતી પાસે દોડી ગયા. હર્ષ સંઘવીએ યુવતી સાથે પૂછપરછ કરી અને તેને સમજાવી. યુવતી સતત મરવાની વાત કરી રહી હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ પાંચ મિનિટ સુધી યુવતીને સમજાવી.

હર્ષ સંઘવીએ યુવતીને આપઘાત ન કરવા માટે સમજાવી અને તેને પોલીસ સ્ટેશન મોકલી ફરિયાદ લખાવવા જણાવ્યું હતું. અગાઉ પણ જ્યારે હર્ષ સંઘવી ગૃહ મંત્રી બન્યા ત્યારે સુરતના સરદાર બ્રિજ પરથી આપઘાત કરવા જઈ રહેલા એક યુવકને રોક્યો હતો. ત્યારે આજે પણ યુવતીને સમજાવી તેમનો જીવ બચાવી ઉમદા કાર્ય કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.