ગુજરાતના લોકોએ પોતાની મહેનતને કારણે દુનિયાભરમાં નામ કમાવ્યુ છે. ત્યારે આજે અમે તમને એક એવા ગુજરાતી બિઝનેસમેન વિશે જણાવીશું જેમણે પોતાની મહેનતના દમ પર કરોડોનો બિઝનેસ ઊભો કર્યો છે. હાલ મોબાઈલ ફોન અને સ્માર્ટ વોચનો જમાનો છે પરંતુ છતાં પણ લોકો દીવાલ ઘડિયાળનો ઉપયોગ કરે છે. ત્યારે મોરબીની અજંતા ઘડિયાળ દુનિયાભરમાં જાણીતી છે.
ગુજરાતના એક નાનકડા ગામ મોરબીમાં જન્મેલા ઓધવજીભાઈ પટેલ માત્ર 1500 રૂપિયાના પગારમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેમણે કંપની બનાવવા માટે ઘણી બધી કઠિન પરિસ્થિતીનો સામનો કર્યો હતો અને આજે તેમની કંપની દુનિયાભરમાં જાણીતી છે. ઓધવજી ભાઈ પટેલે મોરબીમાં તેમના ત્રણ ભાગીદાર મિત્રો સાથે અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
ઓધવજીભાઈ રાઘવજીભાઈ પટેલને આ કંપનીમાં એટલા માટે પાર્ટનર બનાવવામાં આવ્યા હતા કારણ કે તેઓ વિજ્ઞાનના શિક્ષક હતા તેથી તેમને સાયન્સનું જ્ઞાન હતું જ્યારે અન્ય પાસે એ જ્ઞાન નહોતું. ત્યારે ઓધવજીભાઈએ પોતાની મહેનતના દમ પર આજે અજંતાને બ્રાન્ડ બનાવી દીધી છે. લોકોને આ કંપની પર એટલો વિશ્વાસ બેસી ગયો કે જોત જોતામાં આ કંપની શિખરે પહોંચી ગાઈ.
અજંતા ગ્રુપના સંસ્થાપક ઓધવજી રાઘવજી પટેલને ભારતમાં વોલ ક્લોકના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓધવજી ભાઈએ બીએસસી પૂર્ણ કર્યું ત્યારબાદ તેઓ પાયલટ બનવા માંગતા હતા. પરંતુ આ માટે તેના પરિવારમાંથી સપોર્ટ ન મળતા તેમને છોકરાઓને ભણાવવાનું નક્કી કર્યું. તેઓ મોરબીની એક હાઇસ્કૂલમા તેઓ શિક્ષક તરીકે જોડાયા.
ત્યારબાદ ઓધવજીભાઈએ ઘડિયાળ બનાવવા યુનિટ બનાવવાનું નક્કી કર્યું અને શરૂઆતમાં આ માટે તેમણે એક ફેક્ટરી ભાડે રાખી અને પોતાનો ધંધો શરૂ કર્યો. આમ તેમણે ધીમે ધીમે બિઝનેસની શરૂઆત કરી. ઓધવજી ભાઈએ તેમના જીવનના 20 વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી. ત્યારબાદ 45 વર્ષની ઉંમરે તેમણે બિઝનેસની શરૂઆત કરી અને તેમા મોટી સફળતા પ્રાપ્ત કરી. તેમની કડી મહેનતના ફળ સ્વરૂપે હાલ હાલ તેઓ 45 દેશોમાં નિકાસ અજંતા વોચની કંપની ધરાવે છે.