દરેક માતાપિતા સાવધાન થઇ જજો, આ એક નાનકડા રમકડાએ દોઢ વર્ષના બાળકનો જીવ લઇ લીધો

World

કોઈપણ ઘરમાં નાના બાળકની કિકિયારીઓ ગુંજતી હોય તો ઘર ખુશીઓથી ભરપુર લાગે છે. લોકો બાળકના જન્મ પર પેંડા વેચે છે અને પોતાની ખુશી વ્યક્ત કરે છે. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેને જુદા જુદા રમકડાં આપે છે. આજના સમયમાં ટેકનોલોજીના વિકાસના કારણે અવનવા રમકડાં માર્કેટમાં મળે છે.

માતાપિતા પોતાના બાળકને અવનવા રમકડાં ખરીદી આપે છે જેનાથી બાળક એક જગ્યા પર બેસીને રમ્યા કરે. ત્યારે આ રમકડાંને કારણે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે સાંભળીને દરેક માતા પિતાની આંખો ફાટી ગઇ છે. આ ઘટના દરેક બાળકના માબાપને એક સાવચેતી આપે છે.

માતાપિતાને હેરાનગતિ ન થાય તે માટે તેઓ બાળકને રમકડાં આપી દે છે. ત્યારે હાલ એક રમકડાએ દોઢ વર્ષના બાળકનો જીવ લઈ લીધો છે. આ ચોંકાવનારી ઘટના સ્કોટલેન્ડમાં બની છે. સ્કોટલેન્ડના એક દંપતીએ દીકરાને જન્મ આપ્યો હતો. જન્મ બાદ દીકરો એકદમ સ્વસ્થ હતો. દીકરાને રમકડાંઓ ખૂબ જ શોખ હોવાને કારણે માતા પિતાએ તેને ખૂબ સારા રમકડાઓ લાવી આપ્યા હતા.

બાળક આ રમકડાંથી રમીને ખૂબ ખુશ થતો હતો. આ રમકડામા એક ટેડી બિયર પણ હતું. આપણે સૌ જાણીએ છીએ કે હવે તો મોટા ભાગના રમકડાં સેલ વાળા આવે છે. આ ટેડી પણ એવું જ હતું. તેમાં પણ સેલ હતો. એક દિવસ સવારે બાળક ટેડીથી રમી રહ્યો હતો. આ દરમિયાન બાળકના માતાપિતા પોતાના કામમાં વ્યસ્ત હતા.

બાળકે રમતાં રમતાં ટેડીને જોરથી ઊંચું કરીને પટક્યું. જેના કારણે ટેડીનો પાછળનો ભાગ તૂટી ગયો અને તેની અંદરથી સેલ બહાર નીકળી ગયો. બાળક રમતો હતો આ દરમિયાન તેના હાથમાં નાનકડો સેલ આવી ગયો. બાળકે આ સેલ મોથામાં નાખી દીધો. પરંતુ બાળકના માતાપિતા આ વાતથી અજાણ હતા.

બાળકના મોઢામાં સેલ જતાની સાથે જ સેલમાં રહેલ એસિડિક પદાર્થ બાળકના શરીરમાં પ્રસરવા લાગ્યો. શરૂઆતમાં તો આ બાબતની જાણ ન થઈ. પરંતુ ધીમે ધીમે બાળકે બોલવાનું બંધ કરી દીધું. જેથી તેના માતા પિતા બાળકને ડોક્ટર પાસે લઈ ગયા. તપાસ દરમિયાન ખબર પડી કે બાળકના પેટમાં બેટરીના સેલનો પાઉડર ચાલ્યો ગયો છે. જે સમગ્ર શરીરમાં પ્રસરી ગયો છે. ઉપરાંત સેલની અંદર રહેલું એસિડ એટલું બધું તીવ્ર હતું કે જેના કારણે બાળકના હૃદયમાં કાણું પડી ગયું છે.

આ બાબતની જાણ જ્યારે માતા પિતાને થઈ ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા. બાળકને રમવા આપેલા રમકડાંને કારણે આટલી વિકટ પરિસ્થિતિ આવી ગઈ હતી. ઉપરાંત ડોક્ટરે પણ કહી દીધું હતું કે હવે બાળકને બચાવવાનો કોઈ ઉપાય નથી તે માત્ર થોડી કલાક જ રહેશે. માતા પિતા બાળકને ખોળામાં લઇ વહાલ કરી રહ્યા હતા એટલામાં બાળકે શ્વાસ છોડી દીધા. એક નાનકડા રમકડાએ દોઢ વર્ષના બાળકનો જીવ લઈ લીધો. દરેક માતાપિતાએ આ બાબતે સાવચેતી રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.