એકવાર બચુદાદાની થાળી ખાવા જરૂર જજો, 72 વર્ષના બચુદાદા 40 વર્ષથી ભુખ્યાને જમાડી રહ્યા છે

Story

ગુજરાતીઓ સેવા કરવામાં હંમેશા આગળ હોય છે. ગુજરતીઓની તો દેશ વિદેશમાં પણ બોલબાલા છે. ગુજરાતીઓ પોતાના સ્વભાવને કારણે દુનિયા ભરમાં જાણીતા છે. ત્યારે આજે અમે તમને એક એવા ગુજરાતી દાદા વિશે જણાવીશું જે 72 વર્ષની વૃદ્ધાવસ્થાએ પણ સેવાનું કામ કરી રહ્યા છે. આ દાદા ભૂખ્યાને ભોજન આપીને તેની આંતરડી ઠારી રહ્યા છે.

72 વર્ષીય બચુદાદા ગુજરાતના મોરબી શહેરમાં ઢાબા ચલાવીને લોકોને જમવાનુ આપે છે. તેમના ઢાબા પર સવારે 11 વાગ્યાથી ભીડ એકઠી થવા લાગે છે કારણ કે બચુદાદા છેલ્લા 40 વર્ષથી લોકોને ખૂબ ઓછા પૈસામાં ભોજન આપી રહ્યા છે. આટલું જ નહીં જેમની પાસે પૈસા નથી તેઓ અહીં મફત પણ ખાઈ શકે છે. 72 વર્ષીય બચુદાદા એકલા હાથે ઢાબા ચલાવી રહ્યા છે.

દરરોજ 100 થી 150 લોકો ઢાબાની મુલાકાત લે છે. લોકો અહી જમવાનો અલગ આનંદ માણે છે તેઓ નિરાધારનો આધાર બન્યા છે. આમ તો તેઓ પ્રતિ ડીશ 40 રૂપિયા લે છે. પરંતુ જો કોઈ 10 રૂપિયા પણ આપે છે તો તે ખુશીથી લે છે. બચુદાદા મોરબીના રંગપુર ગામના રહેવાસી છે જે છેલ્લા 40 વર્ષથી મોરબી શહેરમાં રહે છે.

મોરબી ટાઉન સ્ટેશન નજીકની ઝૂંપડીમાં રહેતા આ વૃદ્ધ દાદા ઢાબા ચલાવીને ભુખ્યાની આંતરડી ઠારી રહ્યા છે. તેમના ઢાબાનું કદ એકદમ નાનું છે પરંતુ આજે તેનું નામ ખૂબ મોટું થઈ ગયું છે. અહી જમવા આવતા કોઈ વ્યક્તિ પાસે પૈસા ન હોય તો તેઓ મફતમાં પણ ખાઈ શકે છે. તેમની એક ડિશમાં ત્રણ સ્વાદિષ્ટ શાકભાજી, રોટલી-દાળ-ભાત, પાપડ અને છાશ હોય છે જેની કિંમત માત્ર 40 રૂપિયા છે.

આજના સમયમાં જો કોઈ રેસ્ટોરન્ટમાં આટલી વેરાયટી ખાવા જઈએ તો ત્યાં પણ ઓછામાં ઓછા 100 રૂપિયા આપવા પડે કેમ ત્યારે બચુદાદા માત્ર 40 રૂપિયામાં ભોજન આપી રહ્યા છે. એ પણ એટલા માટે કારણ કે તેઓ ખર્ચ કાઢી શકે. પહેલા બચુદાદાના પુત્રી અને પત્ની આ ઢાબા પર ભોજન બનાવી લોકોને જમાડતા હતા.

પરંતુ તેમની પુત્રીના લગ્ન થતાં તે સાસરે જતી રહી અને તેમના પત્ની ગયા વર્ષે ભગવાનના ધામમાં જતા રહ્યા. જેથી બચુદાદાએ એકલા હાથે બધું સંભાળવું પડ્યું. બચુદાદાના જીવનનો ઉદ્દેશ માત્ર ભૂખ્યા લોકોને ખવડાવવાનો છે. તેના ઢાબાની આજુબાજુના ગામોમાં વસતા ગરીબ લોકો દરરોજ પેટ ભરવા અહીં આવે છે. તેમના માટે સૌથી મોટી વાત બચુદાદાની પ્રકૃતિ અને ગરીબ લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ છે.

મોરબીના એક યુવકે બચુદાદાનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર રાતોરાત વાયરલ થયો હતો. જેના કારણે બચુદાદાના ઢાબા પર ગ્રાહકોની ભીડ વધવા લાગી. અગાઉ જ્યાં દિવસ દરમિયાન ફક્ત 30 થી 40 લોકો તેના ઢાબા પર આવતા હતા. હવે ત્યાં આ સંખ્યા 150 પર પહોંચી ગઈ છે.

બચુદાદા કહે છે કે એકવાર મોરારી બાપુ અહીં આવ્યા હતા અને મને કહ્યું હતું કે બચુદાદા તમારે હંમેશા આ સેવા ચાલુ રાખવી જોઈએ. તેથી તેમના આશીર્વાદ છે કે મારું આ કાર્ય હજુ સુધી ચાલુ છે. બચુદાદા જણાવે છે કે જેમની પાસે પૈસા નથી તેમને હું મફતમાં ખવડાવીશ. આજે અહી ઘણા બધા લોકો ભોજન કરવા માટે આવે છે. બચુદાદા લોકોને ભોજન આપીને ભુખ્યાની આંતરડી ઠારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.