રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે માત્ર એક કલાકની ઊંઘ કરી રહ્યા છે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સી, દેશપ્રેમ જોઈને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે

World

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં યુક્રેનના કેટલાક શહેરો બળીને રાખ થઈ ગયા છે. આ યુદ્ધમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વલામદીર ઝેલેન્સ્કી ખૂબ જ ખરાબ પરસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જ્યારથી યુદ્ધ છેડાયું છે ત્યારથી ઝેલેન્સકી તેના મોટાભાગના દિવસો બંકરમાં વિતાવે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિનું બંકર ધાતુના દરવાજાઓ દ્વારા સુરક્ષિત અને સ્નાઈપર્સથી ઘેરાયેલું છે અને એર ડિફેન્સ સિસ્ટમ્સથી સજ્જ છે. ઝેલેન્સ્કી ત્રણથી ચાર દિવસમાં માત્ર એક જ વાર બહાર આવે છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેટલાય શહેર બળીને ખાક થઈ ગયા છે. આ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ દિવસમાં માત્ર એક થી બે કલાક જ ઊંઘ કરે છે. તેઓ એક મહિનાથી આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઝેલેન્સકીનો પરિવાર હજુ પણ યુક્રેનમાં છુપાયેલો છે. તેને ડર છે કે તેની પત્ની અને બાળકોની હત્યા કરવી એ રશિયન હુમલાખોરોની હત્યાની યાદીમાં સોફ્ટ ટાર્ગેટ હશે. ઝેલેન્સકીએ રશિયન મીડિયાને પોતાનો પહેલો ઇન્ટરવ્યુ આપ્યો હતો કહ્યું હતું કે તેણે વિનાશક દ્રશ્યો હોવા છતાં ત્યાં રહેવાનું નક્કી કર્યું. રશિયન સૈનિકો ગમે ત્યાં ઘૂસી ગયા છે.

રાષ્ટ્રપતિની પત્ની ઓલેના ઝેલેન્સ્કી સોશિયલ મીડિયા પર ખૂબ જ અવાજ ઉઠાવી રહી છે. તેણે સામૂહિક કબરોની છબીઓ અને હાલમાં યુક્રેનમાં થઈ રહેલા વિનાશની તસવીરો શેર કરી છે. ઝેલેન્સકીએ લખ્યું છે કે યુક્રેનની દરેક મહિલાની જેમ મને હવે મારા પતિ માટે ડર લાગે છે. દરરોજ સવારે હું તેને ફોન કરું તે પહેલાં હું પ્રાર્થના કરું છું કે બધું સારું થઈ જાય. યુદ્ધને કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં છે તેથી વહેલી તકે યુદ્ધ પૂરું થાય એવું દરેક ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published.