ચૈત્ર મહિનામાં આ એક વસ્તુ પીવાથી આખું વર્ષ બીમારીઓ તમારાથી દૂર રહેશે, આયુર્વેદમાં પણ જણાવાયું ખુબ જ મહત્વ

Health

ચૈત્ર મહિનાની શરૂઆત થઇ ગઈ છે. ચૈત્ર મહિનામાં સૌથી વધારે ગરમી પડે છે. ઉપરાંત ચૈત્ર મહિનામાં લોકોને શરીરમાં અવનવી બીમારીઓ થતી હોય છે. ત્યારે સમસ્યાઓને દૂર કરવા માટે આયુર્વેદમાં રામબાણ ઈલાજ બતાવવામાં આવ્યો છે. આ એક વસ્તુનો રસ પીવાથી બીમારી દૂર રહેશે. સ્વાસ્થ્ય માટે ખુબજ ઉત્તમ છે.

ચૈત્ર મહિનામાં તમે આ વસ્તુનો રસ પીશો તો કિડની અને લીવર એકદમ શુદ્ધ રહેશે. ઉપરાંત શરીરમાં થતી અનેક પ્રકારની બીમારીઓ પણ આ રસ પીવાથી દૂર થાય છે. આયુર્વેદમાં કડવા લીમડાનું ખુબજ મહત્વ છે. કડવા લીમડાનું સેવન કરવાની બીમારીઓ દૂર રહે છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં કડવાં લીમડાના પાનનો રસ પીવો જોઈએ.

દરરોજ સવારે ઉઠીને પંદરથી વિસ કડવા લીમડાના પાન લઇ તેને વાટીને તેમાં થોડું પાણી નાખી ઉકાળી લેવું. ત્યારબાદ આ પાણીનું સેવન કરવાથી શરદી, ઉધરસ જેવી ઘણી બધી બીમારીઓથી છુટકારો મળે છે. જો તમને ચામડીને લગતી કોઈ બીમારી છે તો તેના માટે લીમડાનો રસ ખુબજ ઉત્તમ છે. આ રસનું સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યા પણ છુમંતર થઈ જાય છે.

કડવો લીમડો શરીર માટે ખુબજ ઉત્તમ માનવામાં આવે છે. કહેવાય છે કે કડવા લીમડાના ગુણ ખુબજ મીઠા હોય છે. કડવા લીમડાના પાનનો રસ પીવાથી રોગપ્રતિકારકશક્તિ વધે છે જેથી કરીને બીમારી દૂર રહે છે. ઉપરાંત આ રસ પીવાથી શરીરમાં રહેલ વધારાનો કચરો દૂર થાય છે અને શરીર એકદમ સ્વસ્થ રહે છે. કડવા લીમડાનુ સેવન કરવાથી અનેક બિમારીઓ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published.