ભગવાન શ્રી રામને સૌ કોઈ જાણે છે. શ્રી રામનું સ્મરણ દરેક વ્યક્તિ કરે છે. પરંતુ શું તમે જાણો છે કે તેમના વંશજ કોણ છે? દોસ્તો જયપુરના ભૂતપૂર્વ રાજવી પરિવાર અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામના વંશજ છે. અહીં મહારાજા ભવાની સિંહ હતા જે ભગવાન રામના પુત્ર કુશની 307મી પેઢીના હતા. કહેવાય છે કે ગુલાબી શહેર જયપુરમાં સ્થાયી થયેલા મહારાજા સવાઈ જયસિંહ રામ પુત્ર કુશના 289માં વંશજ છે. આ વાત ઇતિહાસના પાનાઓમાં લખાયેલી છે.
તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા અયોધ્યામાં રામ મંદિર પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન જ્યારે સુપ્રીમ કોર્ટે 9 ઓગસ્ટના રોજ પૂછ્યું હતું કે શું અયોધ્યામાં કે દુનિયામાં ભગવાન રામના કોઈ વંશજ છે? ત્યારે રામલલ્લાના વકીલે કહ્યું હતું મને ખબર નથી. આ સમયે જયપુરના તત્કાલીન રાજવી પરિવારના મહારાજા ભવાની સિંહની પુત્રી દિયા કુમારીએ ત્યારે દાવો કર્યો હતો કે તેમનો પરિવાર રામના સૌથી મોટા પુત્ર કુશનો વંશજ છે.
ઉપરાંત જયપુરના રાજવી પરિવારના ભૂતપૂર્વ રાજમાતા પદ્મિની દેવીએ કહ્યું હતું કે અમે નથી ઇચ્છતા કે વંશવાદનો મુદ્દો અડચણો ઉભી કરે. ભગવાન રામ તો દરેકની શ્રદ્ધાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે અમે તેના વંશજ છીએ અને તેના દસ્તાવેજો સિટી પેલેસના પોથીખાનામાં છે. પૂર્વ રાજકુમારી દિયાકુમારીએ પણ આના અનેક પુરાવા આપ્યા છે. તેમણે એક પત્ર પણ બતાવ્યો જેમાં ભગવાન શ્રીરામના વંશના તમામ પૂર્વજોના નામ ક્રમમાં નોંધવામાં આવ્યા છે.
આ પત્રમાં 289મા વંશજ તરીકે સવાઈ જયસિંહ અને 307મા વંશજ તરીકે મહારાજા ભવાની સિંહનું સ્થાન છે. 9 ડોક્યુમેન્ટ્સ, 2 મેપથી સાબિત થાય છે ક જયસિંહપુરા અને રામ જન્મસ્થાન બંને સવાઇ જયસિંહ હેઠળ હતા. 1776ના આદેશમાં જણાવાયું હતું કે જયસિંહપુરાની જમીનો કચ્છવાહાના કબજામાં છે.
સિટી પેલેસના ઓએસડી રામુ રામદેવના જણાવ્યા અનુસાર ભગવાન રામના સૌથી મોટા પુત્ર કુશના નામ પર કાછવાહા રાજવંશને પણ કુશવાહા વંશ કહેવામાં આવે છે. તેની વંશાવલી મુજબ 62માં વંશજ રાજા દશરથ, 63માં વંશજ શ્રીરામ અને 64મા વંશજ કુશ હતા. 289મા વંશજોમાં સવાઈ જય સિંહ, ઇશ્વરી સિંહ અને સવાઈ મધે સિંહ અને આમેર જયપુરના પૃથ્વી સિંહ હતા. ભવાની સિંહ 307માં વંશજ હતા.
ઇતિહાસકાર આર નાથના પુસ્તક સવાઈ રાજા જયસિંહના પરિશિષ્ટ 2 મુજબ રામજન્મ સ્થળના મંદિર પર જયપુરના કાછવાહ રાજવંશનો કબજો હતો. વર્ષ 1776માં નવાબ વઝીર અસફ ઉદ દૈલાએ રાજા ભવાની સિંહને આદેશ આપ્યો હતો કે અલ્હાબાદના અયધેય અને જયસિંહપુરામાં કોઈ હસ્તક્ષેપ કરવામાં નહીં આવે. આ જમીનો હંમેશા કાછવાહાના કબજામાં રહેશે.
જો કે ઔરંગઝેબના મૃત્યુ બાદ સવાઈ જયસિંહ દ્વિતીયએ હિન્દુ ધાર્મિક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જમીન ખરીદી હતી. 1717થી 1725 સુધી અયોધ્યામાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર જયપુરની વસાહતના પહેલા જ્વેલ માર્કેટમાં રામલલાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું.
અહીં જયપુર રજવાડાના સરકારી પરવાનો પર શ્રી સીતારામો જયતી લખવામાં આવ્યું હતું. ગુલાબી નગરી જયપુર 9 ચોકડીમાં સ્થાયી થયું હતું. આમાં એક ચોકડીને રામચંદ્રજીની ચોકડી નામ આપવામાં આવ્યું હતું. ચાંદપોલ બજાર અને હવામહેલ માર્કેટમાં ભવ્ય રામ મંદિરો બનાવવામાં આવ્યા હતા. એ જ રીતે ભગવાન રામની જેમ સવાઈ જયસિંહે પણ જયપુરમાં સ્થાપના સમયે રાજસૂર્યા, અર્ધમેધ યજ્ઞ કર્યો હતો. આમ ઇતિહાસ જણાવે છે કે જયપુરનો રાજવી પરિવાર ભગવાન શ્રી રામનો વંશજ છે.