નાના બાળકના હાથમાં મોબાઈલ આપતા પહેલા આ લાલબત્તી સમાન કિસ્સો જાણી લેજો, એક ભૂલે આઠ વર્ષના બાળકની જિંદગી બરબાદ કરી નાખી

India

કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે ધ્રુજાવી દેતા હોય છે. ત્યારે હાલ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ટેકનોલોજીના વધતા જતા ઉપયોગને કારણે હાલ દરેક ઘરમાં મોબાઇલનો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર મોટા જ નહિ પરંતુ બાળકો પણ મોબાઈલના દિવાના છે.

પરંતુ આ મોબાઇલને કારણે કેટલીક એવી ઘટનાઓ સામે આવે છે જે જીવલેણ બની જાય છે. હાલ દરેક માતાપિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હાલમાં છતરપુરના નજરબાગનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ઇસ્તરખાનનો આઠ વર્ષનો ચિન્ટુ ઘરે મોબાઈલની બેટરી સાથે રમતો હતો.

ત્યારે રમતાં રમતા ચિન્ટુએ અચાનક ચાર્જર લગાવી બેટરીને ચાર્જ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન પાવરનો ડાયરેક્ટ સપ્લાય થઈ જતાં બેટરી ફાટી ગઇ અને ચિન્ટુને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બાદ ચિન્ટુને તાત્કાલિક સારવાર અર્થે છતરપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને ગ્વાલિયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

તપાસ બાદ જાણકારી મળી છે કે ચિન્ટુની આંખમાં ગંભીર ઇજા થઈ છે. આવી ઘટનાઓ અવારનવાર બને છે અને આંખો ફાટી જાય છે. ત્યારે ડોક્ટરોએ પણ દરેક માતા પિતાને સાવધાની રાખવા માટે કહ્યું છે. એક નાનકડી ભૂલને કારણે આ બાળક પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો. જેથી માતપિતાએ સાવચેતી રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.