વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કેનેડામાં મોત, બની એવી ઘટના કે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

Gujarat

આજના સમયમાં લોકો વિદેશ જવાનું પસંદ કરે છે. લોકો જર્મની, લંડન અને કેનેડા જેવા દેશમાં જઈ રહ્યા છે. ત્યારે હાલ કેનેડાથી એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના મહેસાણાના બારોટ પરિવારના બે સગા ભાઈઓ દરિયામાં ડૂબી જતાં ચકચાર મચી ગયો. સગા ભાઈઓ પૈકી નાના ભાઈનું મોત થયું જ્યારે મોટા ભાઈની હાલત ગંભીર છે.

ગુજરાતના બે સગા ભાઈ ફોટોશૂટ માટે કેનેડામાં આવેલા પોગીઝ કોવ લાઈટ હાઉસ ખાતે ગયા હતા. જ્યાં આ ચકચારી ઘટના બની હતી. પગ લપસી જતાં નાનો ભાઈ ઊંડા પાણીમાં ડુબવા લાગ્યો હતો. જે જોઈને મોટો ભાઈ બચાવવા ગયો હતો. જો કે મોટો ભાઈ નાના ભાઈને બચાવી શક્યો નહિ.

મૃતક યુવકનું નામ હર્ષિલ બારોટ છે. જે પોતાના સગા ભાઈ ઝરીન બારોટ સાથે છેલ્લા ત્રણ વર્ષથી કેનેડામાં રહેતો હતો. બંને ભાઈ ફોટોશૂટ માટે ગયા હતા આ દરમિયાન પગ લપસી જતાં તે પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું. મોટો ભાઈ નાના ભાઈને બચાવવા માટે પાછળ કૂદી પડ્યો પરંતુ નાના ભાઈને બચાવી શક્યો નહી. નાના ભાઈનું મોત થયું જ્યારે મોટા ભાઈની હાલત ગંભીર છે.

ઘટના અંગે જાણ થતાં કેનેડિયન ફાયર અને રેસક્યું ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. શોધખોળ બાદ મોડી રાત્રે ઝરીન મળી આવ્યો હતો. જો કે તેની ગંભીર હાલત હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નાના ભાઈનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે બંને ભાઈ દરિયા કિનારે ફરવા નીકળ્યા હતા જેના ફોટા તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. ત્યારબાદ સેલ્ફી લેવા જતા નાના ભાઈનો પગ લપસી જતાં તે પાણીમાં ડૂબી ગયો હતો. જે દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ. યુવકના માતાપિતા ગુજરાતના મહેસાણામાં રહે છે. આ અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે કેનેડા આવવા માટે રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ પાંચ મહિના પહેલા વડોદરાના એક યુવકનું કેનેડામાં મોત નીપજ્યું હતું. જે પોતાના મિત્રો સાથે ક્લિફ જમ્પિંગ કરી રહ્યો હતો આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકી જતા મોત નિપજ્યું હતું. ઉપરાંત થોડા સમય પહેલા એક ગુજરાતી પરિવારનું કેનેડા બોર્ડર પર મોત થયું હતું. જેમાં એક સાથે પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.

Leave a Reply

Your email address will not be published.