ચોમાસા પહેલા હવામાન વિભાગની મહત્વની આગાહી, અત્યારે જ જાણી લ્યો આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ

Weather

ચોમાસાની શરૂઆત થતા પહેલા જ દર વર્ષે કેવો વરસાદ થશે તે જાણવાની સૌ કોઈને ઉત્સુકતા હોય છે. ત્યારે હવામાન વિભાગે 2022 માં એટલે કે આ વર્ષે ચોમાસામાં કેવો વરસાદ થશે તે અંગે અનુમાન જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે વરસાદ 99 ટકા થવાની સંભાવના છે.

આ વર્ષે દેશભરમાં એક સમાન ચોમાસુ રહેશે તેવું મોસમ વિભાગે જણાવ્યું છે. ઉપરાંત ગુજરાતમાં પણ ચોમાસામાં સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ભારતના કેટલાક ભાગો, હિમાલયની તળેટી અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સામાન્યથી વધારે વરસાદ થવાની સંભાવના છે.

જો કે દક્ષિણ વિભાગમાં ઓછો વરસાદ થઇ શકે છે. છતાં પણ આ અંગે કોઈ ચોક્કસ જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્ષે 1971 થી 2020 ના સમયગાળાના આધારે એવરેજ વરસાદ કેટલો થશે તે જણાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 869.6 મિમી વરસાદ થયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે વરસાદનું પ્રમાણ 96 ટકાથી 104 ટકા સુધી રહેશે. આ આંકડો મેળવવા માટે હવામાન વિભાગ દ્વારા દેશભરમાં 4132 રેનગેજ સ્ટેશન પરથી મળેલા ડેટાના ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર રિસર્ચ કરીને હવામાન વિભાગે આ વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ રહેશે તેવું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં ચોમાસાના ચાર મહિનામાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો હતો. ત્યારે આ વર્ષે પશ્ચિમ વિસ્તારમાં સારો વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ વિસ્તારમાં ઓછો વરસાદ રહેવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2020 ના મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરી એકવાર વરસાદ કેવો રહેશે તે અંગે અનુમાન જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.