માત્ર 10 રૂપિયાથી કરી હતી શરૂઆત આજે લે છે દોઢ લાખ રૂપિયા સુધીની ફી, જાણો ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાની સફળતાની કહાની

Story

ગુજરાતની ધરતી કલાકારોની ધરતી છે. અહી મોટી સંખ્યામાં કલાકારો છે જે દુનિયા ભરમાં જાણીતા છે. ગુજરાતની રંગભૂમિમાં અનેક અભિનેતા અને કલાકારો છે પણ ભાગ્યે જ કોઈ એવા કલાકાર હશે જેઓ ખૂબ જ લોકપ્રિય હોવા છતાંય પણ સામાન્ય જીવન જીવી રહ્યા છે. ત્યારે આજે અમે તમને ગુજરાતનાં હાસ્યકલાકર ધીરુભાઇ સરવૈયા વિશે જણાવીશું.

ધીરુભાઇ સરવૈયાને સૌ કોઈ ઓળખે છે. ગુજરાતના નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં લોકોને હસાવનાર ધીરુભાઈ ખુબ જ સારું અને સરળ જીવન જીવે છે. તેમના અંગત જીવન વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. ત્યારે આજે અમે તમને ધીરુભાઈ સરવૈયાની જીવનશૈલી વિશે જણાવીશું. ધીરુભાઈ હાસ્યના કાર્યક્રમ કરવાની સાથે સાથે ખેતી પણ કરે છે.

હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયા ગુજરાતના રહેવાસી છે. તેમના પરિવારમા પિતા, પત્ની ઉપરાંત પરિણીત પુત્ર દિલીપ અને પુત્રી પણ છે. નાના એવા ખીરસરા ગામમાં ગામઠી જીવનશૈલીમા જીવતા ધીરૂભાઈને સૌ કોઈ ઓળખે છે. તેઓ લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં 3BHK ઘરમાં રહે છે.

ઘરથી ચાર કિલોમીટરના અંતરે તેમનુ ફાર્મ આવેલું છે. જ્યાં તેમણે પાકું મકાન બનાવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ધીરુભાઈ હાસ્ય કલાકાર તો છે જ પરંતુ તેઓ સાથે સાથે ખેતી પણ કરે છે. ધીરૂભાઈએ ખીરસરા ગામની પ્રાથમિક શાળામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.

ધીરૂભાઈને નાનપણથી દુહા, છંદ અને ભજન ગાવાનું પસંદ હતું. સમય જતાં તેઓ હાસ્ય કલાકાર બન્યા. આજે તેમણે દુનિયા ભરમાં હાસ્ય કલાકાર તરીકેની છબી બનાવી છે. તેમણે માત્ર 10 રૂપિયા ફી લઈને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે છ વર્ષ સુધીની માત્ર 15 રૂપિયા પગારમાં કામ કર્યું હતું.

ધીરુભાઈને આજે સૌ કોઈ હાસ્ય કલાકાર તરીકે ઓળખીએ છીએ. પરંતુ શરૂઆતમાં તેમણે અનેક સંઘર્ષ કરેલ છે. ધીરુભાઇએ માત્ર 18 વર્ષની ઉંમરે હાસ્ય લોકવાર્તા પર સ્ટેજ પ્રોગ્રામ આપવાનુ શરૂ કર્યું હતું. તેમણે હેમંત ચૌહાણ સાથે પહેલીવાર 1994 માં અમેરિકામા પ્રોગ્રામ આપ્યો હતો. તેઓ છેલ્લા 21 વર્ષથી લોકોને હસાવી રહ્યા છે.

ધીરુભાઈના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોક ઉપસ્થિત રહે છે. તેઓ હાસ્યની સાથે સાથે જ્ઞાન પણ આપે છે. એક સમયે માત્ર દસ રૂપિયાથી સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત કરનાર ધીરુભાઈ આજે કાર્યક્રમ દીઠ 60 હજાર રૂપિયાથી માંડીને 1.5 લાખ રૂપિયા ફી વસૂલે છે. જો કે તેઓ લોક સેવાના કાર્યમાં ફ્રી માં પ્રોગ્રામ આપે છે. તેઓ ખુબ જ સાધારણ જીવન જીવે છે. ધીરુભાઈ સૌ કોઈને હસાવે છે જેથી તેમના ઘણા બધા ચાહકો છે.

Leave a Reply

Your email address will not be published.