ગુજરાતના આ દાદીમાને સલામ છે, આ એક કારણથી 82 વર્ષની ઉંમરે અભ્યાસ કરવા બેઠા આ દાદી મા

Story

પહેલાના સમયમાં શિક્ષણને વધારે મહત્વ નહતું અપાતું. પરંતુ હાલ શિક્ષણ મેળવવું ખૂબ અગત્યનું છે. જો કે કેટલાક બાળકોને શાળાએ જવું ગમતું નથી. કેટલાક અભ્યાસ છોડી દે છે તો કેટલાક અભ્યાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે આજે અમે તમને ગુજરાતના એક એવા દાદી વિશે જણાવીશું જેમની હિંમતને ખરેખર સલામ છે.

ગુજરાતના આ દાદી વિશે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ગુજરાતના મોરબીના રવાપર રોડ પાસે રહેતા આ દાદી અભ્યાસ કરવા ઇચ્છતા હતા. આ દાદી દરેક વૃધ્ધો માટે પ્રેરણારૂપ છે. મોરબીના ભડીયાદ ગામમાં રહેતા આ દાદી 82 વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો છે. નાનપણમાં અભ્યાસ ન કરી શક્યા હોવાને કારણે તેમણે 82 વર્ષની ઉંમરે ભણવાનું નક્કી કર્યું.

82 વર્ષના અમૃતબા જણાવે છે કે 2017 માં તેમને વાંચવા લખવાનું શીખવાનું વિચાર આવ્યો હતો. જેથી તેમણે અક્ષરોનું જ્ઞાન મેળવવાનું નક્કી કર્યું. પોતાને આવેલા એક વિચારથી દાદીએ તનતોડ મહેનત કરી અભ્યાસ કરવાનું શરૂ કર્યું. 82 વર્ષના દાદીએ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ મેળવવા માટે કોઈ ઉંમર જરૂરી નથી હોતી.

દાદીએ મૂળાક્ષરો અને એબીસીડી શીખવાનું શરૂ કર્યું. મહેનત કરીને માત્ર છ મહિનામાં તેમણે વાંચતા લખતા શીખી લીધું. અમૃત બાએ 82 વર્ષની ઉંમરે ભણવાનું ચાલુ કરીને દરેકને પ્રેરણા આપી છે. તેમને વાંચતા લખતા ન આવડતું હોવાને કારણે તેમને અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારે આજે તેઓ ભગવાનના મંત્ર વાંચે પણ છે અને લખી પણ શકે છે. દાદીની હિંમતને કારણે તમામ લોકો તેના વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.