એલા આ લીંબુએ તો ભારે કરી, ખેડૂતના ખેતરમાં લીંબુની ચોરી થતા ખેડૂત પોલીસ સ્ટેશન પહોંચ્યો

India

ઉનાળાની શરૂઆત થતા જ લીંબુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે લીંબુના ભાવમાં ખૂબ વધારો થયો છે. લીંબુના દામ સાંભળીને જ લોકો ચોંકી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે એક ખેડૂતે લીંબુની રખેવાળી માટે 50 લાકડી ધારી ચોકીદારો રાખ્યા છે. જેનો દરરોજ 22 હજાર જેટલો ખર્ચ થાય છે.

હાલના સમયમાં લીંબુ દરેક લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. લીંબુ માણસોના ખીચા ખંખેરી રહ્યા છે. લીંબુના ભાવ આસમાને પહોંચતાં તેની ચોરીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશના એક બગીચામાં લીંબુની ચોરી થતાં ખેડૂતે 50 લાકડી ધારી ચોકીદારો તૈનાત કર્યા છે. જેની પાછળ 450 રૂપિયાના દરે 22 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના ખેડૂતના ખેતરમાં 15 હજારના લીંબુની ચોરી થતાં ખેડૂતે એફઆઈઆર લખાવી હતી. તેમના ત્રણ વીઘા બગીચામાંથી ત્રણ દિવસની અંદર 15 હજાર લીંબુની ચોરી થતા તેણે પોતાના બગીચામાં 50 લાકડીધારી ચોકીદારો તૈનાત કર્યા છે. આ પહેલા શાહજહાપુર અને બરેલીમા લીંબુની ચોરીનો કેસ નોંધાયો હતો. જેમાં મંડીમાંથી ગત રવિવારે 50 કિલો લીંબુની ચોરી થઈ હતી.

આ ઉપરાંત અન્ય એક જગ્યાએથી 60 કિલો લીંબુની સાથે સાથે 40 કિલો ડુંગળી અને 37 કિલો લસણ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર લીંબુના વધતા જતા ભાવને કારણે લીંબુ તોડનારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેના કારણે રાત દિવસ લીંબુની રખેવાળી કરવી પડે છે.

બીઠુર અને તેની આસપાસના વિસ્તારોમાં બે હજાર વીઘાં જમીનમાં લીંબુના બગીચા છે. અહી 15 રૂપિયામાં વેચવામાં આવે છે અને જથ્થાબંધ લીંબુની વાત કરીએ તો 300 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. લીંબુના વધતા જતા ભાવને કારણે લીંબુની ચોરી થઈ રહી છે. જેના કારણે ખેડૂતોને બગીચામાં લીંબુની રખેવાળી માટે ચોકીદાર રાખવા પડે છે.

Leave a Reply

Your email address will not be published.