ગુજરાતના આ બે જુડવા ભાઈ બહેને રચ્યો અનોખો ઇતિહાસ, જાણીને તમને પણ થશે ગર્વ

Story

ગુજરાતના લોકો દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ગુજરાતીઓની દરેક જગ્યાએ બોલબાલા થતી હોય છે. ત્યારે અમે તમને ગુજરાતના એક એવા ભાઈ બહેન વિશે જણાવીશું જે ભણીગણીને ખૂબ આગળ વધ્યા અને માતા પિતા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું. સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ આ જુડવા ભાઈ બહેનની ચર્ચાઓ થઈ રહી છે.

ગુજરાતના જામનગરના રહેવાસી બે જુડવા ભાઈ બહેન ઇતિહાસ રચ્યો છે. બંને ભાઈ બહેનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેમના નામ સ્મિત અને શિવાની છે. બંનેએ એકસાથે ડોક્ટરની ડિગ્રી હાંસલ કરીને માટે પિતા સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવ વધાર્યું છે. દરેક જગ્યાએ લોકો તેમની ચર્ચા કરી રહ્યા છે.

શિવાની અને સ્મિત બાળપણથી જ ભણવામાં ખુબ હોશિયાર હતા. તેમણે દસમા ધોરણ પણ સારી ટકાવારી મેળવીને માતાપિતાનું નામ રોશન કર્યું હતું. આ જુડવા ભાઈ બહેન બારમા ધોરણમાં સારી ટકાવારી મેળવીને મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. તેઓ ભણાવવામાં ખૂબ જ હોશિયાર હતા.

કહેવાય છે ને કે જો દૃઢ નિશ્ચય હોય તો અવશ્ય સિદ્ધિ મેળવી શકાય છે. આ બંને ભાઈ બહેને એવું જ કરી બતાવ્યું છે. કોલેજમાં ફસ્ટ ક્લાસ મેળવીને તેમણે પોતાની એક વર્ષની ઇન્ટરશિપ પૂરી કરી. ત્યારબાદ એક સાથે ડોક્ટરની ડિગ્રી મેળવીને ઇતિહાસ રચ્યો. સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ આ જુડવા ભાઈ બહેનની ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.