એક નાકડી વાતમાં પાડોશીએ યુવતી પર ધડાધડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધી, સમગ્ર શહેરમાં શોકનો માહોલ

Gujarat

ગુજરાતમાં અવાર નવાર હત્યાની ઘટનાઓ સામે આવે છે. ગુજરાત પોલીસની સતર્કતા વચ્ચે પણ ગુનેગારો ક્રાઇમ કરવાનું છોડતા નથી. ત્યારે હાલ ભાવનગરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. એક મામૂલી વાતને કારણે પાડોશીએ ધડાધડ ફાયરિંગ કરીને ધોળા દિવસે યુવતીને વીંધી નાખી. આ ઘટનાએ સમગ્ર ભાવનગરને હચમચાવી દીધું.

ભાવનગરના સવાઇગરની શેરીમાં આવેલા રહેમત મઝીલમા ગઈ કાલે બપોરે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. મકાનના ચાલતા કામનું મટીરીયલ મૂકવા બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. નાનકડી વાતથી ઝઘડો થતાં પાડોશીઓ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેથી ફાયરિંગમાં ઈજાગ્રસ્ત માતા દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ દરમિયાન ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે દીકરીનું મોત નિપજ્યું હતું. આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો હોવાની જાણકારી મળી છે. સિમેન્ટની થેલીઓ અને રેતીનો ઢગલો ઘરની પાસે કરેલો હતો જેના કારણે આવવા જવાના રસ્તામાં તકલીફ થતા આ બાબતે ઝઘડો થયો હતો. જે હત્યામાં પરિણમ્યો હતો.

પાડોશીએ ઝઘડા દરમિયાન ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ફરિદાબેન અને તેમની દીકરી ફરિયાલબેનને ઇજા થઈ હતી. જેમાં યુવતીનું મોત નિપજ્યું. ફાયરિંગ કર્યા બાદ આરોપી ભાગી ગયો હતો પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં ભાવનગરના પોલીસ અધિકારી સફિન હસન સહિત સમગ્ર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.