વાહ દીકરી વાહ, પોતાની મહેનતના દમ માત્ર 20 વર્ષની ઉંમરે પાયલોટ બની આ ગુજરાતી દીકરી

Story

આજના સમયમાં દીકરીઓ પણ દીકરાની જેમ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ભલે કોઈપણ કઠિન કાર્ય હોય પરંતુ નારી શક્તિએ સાબિત કરીને બતાવ્યું છે કે એક સ્ત્રી પણ પુરુષની બરાબરી કરી શકે છે. ત્યારે આજે અમે તમને એવી એક દીકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પાયલોટ બનીને પોતાના માતાપિતાનું અને દેશનું નામ રોશન કર્યું છે.

ગુજરાતની અને મૂળ અમદાવાદની ધ્વનિ પટેલે માત્ર 20 વર્ષની ઉંમરે પાયલટ બનીને સફળતા હાંસલ કરી છે. જે ઉંમરમાં દીકરા દીકરીઓ ખેલતા કુદતા હોય છે ત્યારે આ દીકરીએ આટલી મોટી સિદ્ધિ હાંસલ કરીને દેશનું નામ રોશન કર્યું છે. અમદાવાદની ધ્વનિ પટેલની અમેરિકામાં પાયલોટ તરીકે પસંદગી થઇ ગઈ હતી. હવે તે આસમાનમાં ઉડાન ભરશે.

ધ્વનિ પટેલે સૌથી નાની ઉંમરની અમેરિકન પાયલોટ બનીને માતાપિતા સહિત આખા દેશનું નામ રોશન કર્યું છે. ધ્વનિએ આ સફળતા હાંસલ કરીને અન્ય યુવાન દીકરા દીકરીઓને પણ પ્રેરણા આપી છે. બાળપણથી ઘણા બધા દુઃખો સહન કરવા છતાં પણ ધ્વનિએ હાર માની નહિ. ધ્વનિ જ્યારે દોઢ વર્ષની હતી ત્યારે જ તેને માતાની છત્રછાયા ગુમાવી હતી.

ધ્વનિની માતાનું સ્વપ્ન હતું કે તેની દીકરી પાયલટ બને. તેથી ધ્વનિએ માતાના સ્વપ્નને સાકાર કર્યું. પાયલટ બનીને ધ્વનિએ પોતાની સ્વર્ગસ્થ માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ધ્વનિ તેના પિતા સાથે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી હતી. તેણે ખૂબ મહેનત કરીને માતા પિતા અને દેશનું નામ રોશન કર્યું. ધ્વનિના પાયલોટ બન્યા પછી તેના પિતા પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા.

ધ્વનિના પિતાએ જણાવ્યું કે મારી દીકરીને મેં માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. ધ્વનિએ પાયલોટ માટેની ટ્રેનિંગ પણ યુએસમાંથી જ પુરી કરી હતી. ધ્વનિ પટેલ હવે અમેરિકામાં પાયલોટની ઉડાન ભરશે અને લોકોને હવાઈ મુસાફરી કરાવશે. ધ્વનિ આટલી નાની ઉંમરમાં પાયલટ બનીને અમેરિકામાં ગુજરાતનો ડંકો વગાડ્યો. ધ્વનિ અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ છે. ધ્વનિએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published.