ગુજરાતના આ હનુમાન ભક્ત સાથે થયો અનોખો ચમત્કાર, 17 વર્ષથી વાનરોની સેવા કરતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થયું અને પછી

Story

હાલ દરેક જગ્યાએ ધામ ધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે. ભક્તો દાદાના દર્શન કરવા મંદિરે પહોંચી હતા હતા. ત્યારે આજે અમે તમને બાયડ તાલુકાના સુરેશભાઈ વિશે જણાવીશું. જેઓ છેલ્લા 17 વર્ષથી વાનરોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા હતા. મિત્રો માણસ અને પ્રાણી વચ્ચેના પ્રેમનો આ ઉત્તમ નમૂનો છે. જેના વિશે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોના મહામારીનો કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે કોરોના મહામારીમાં બાયડ તાલુકાના સુરેશભાઈનું હનુમાન જયંતીના દિવસે મોત થયું હતું. તમને પણ આશ્ચર્ય થશે કે આ મૃત સુરેશભાઈને મળવા માટે કપિરાજ તેમના ઘરે પહોંચી ગયા હતા.

સુરેશભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી બાયડ ગામથી સાત કિલોમીટર દૂર આવેલા એક મંદિરમાં જઈને વાનરોને બિસ્કીટ ખવડાવતા હતા. તેમને વાનર સાથે અનોખી લાગણી બંધાઈ ગઈ હતી. કોરોના મહામારીમાં અચાનકથી સુરેશભાઈનુ મૃત્યુ થઈ જતાં કપિરાજ સાત કિલોમીટરનું અંતર કાપી મૃતક સુરેશભાઈના ઘરે પહોંચી ગયા હતા. મનુષ્ય અને પ્રાણી વચ્ચેના પ્રેમનો આ નજરો જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેશભાઈ બાયડ તાલુકાના વેપારી હતા. કોરોના મહામારી દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. તેઓ છેલ્લા 17 વર્ષથી તેમના ગામથી સાત કિલોમીટર દૂર આવેલા ભુખેલ હનુમાનજી મંદિરમાં દર શનિવારે જઈને ત્યાં હાજર એવા કપિરાજને બિસ્કીટ જમાડતા હતા અને મંદિરનું કામ કરતા હતા.

ત્યારે થોડા વર્ષો પહેલાં જ સુરેશભાઈના દીકરાના લગ્ન શનિવારના રોજ થયા હતા. ત્યારે તેમણે લગ્નને વધુ મહત્વ ન આપતા સૌથી પહેલા મંદિરે જઈને કપિરાજ અને બિસ્કીટ જમાડયા હતા. ત્યારે પછી તેઓ તેના દીકરાના લગ્નમાં ગયા અત્યારે કહી શકાય કે સુરેશભાઈ અને વાનરો વચ્ચે કેટલો પ્રેમ હશે.

ત્યારે સુરેશભાઈને કપિરાજ પ્રત્યે લાગણી હતી. તેથી સુરેશભાઈ અને કપિરાજ વચ્ચે પ્રેમ એટલો વધી ગયો હતો કે સુરેશભાઈ જ્યારે અંતિમ શ્વાસ લીધા વાનરોનું ટોળું સુરેશભાઈ ને મળવા માટે છેક 7 કિલોમીટરનું અંતર કાપીને તેમના ઘરે આવ્યા હતા અને ખૂબ જ દુખની લાગણી અનુભવતા હોય તેમ લાગી રહ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર આ બધી વાત સુરેશભાઈ ના પુત્ર દ્વારા જણાવાતા તેમણે કહ્યું હતું કે વહેલી સવારે જ આ વાનરોનું ટોળું અમારા ઘરે આવીને બેસી ગયું હતું અને એટલા શાંત હતા કે તેમનું મૌન સાફ સાફ દેખાઈ રહ્યું હતું. વાનરો સાત કિલોમીટરનું અંતર કાપીને અહી આવ્યા ત્યારે એવું કહી શકાય કે સુરેશભાઈની ભક્તિ જોઈને સાક્ષાત હનુમાનજી તેમના ઘરે પધાર્યા હોય તેવું લાગી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.