આજના સમયના ખોરાકને લઈને કેટલીકવાર લોકોને પેટમાં સામાન્ય પીડા થતી હોય છે. જેથી તેઓ સારું થઈ જશે તેવું વિચારીને હોસ્પિટલ જવાનું ટાળે છે. મહેસાણાની નવ વર્ષીય નેન્સીને પણ પેટમાં અસહ્ય પીડા થતી હતી. પરંતુ જ્યારે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે પેટમાંથી જે નીકળ્યું તે જોઈને બધાના હોંશ ઉડી ગયા.
મહેસાણામાં રહેતા અને મૂળ યુપીના સૂર્યકાન્તભાઈ યાદવની નવ વર્ષની દીકરી નેન્સીને છેલ્લા એક વર્થી પેટમાં દુખાવો થતો હતો. પેટની પીડા વધતા તેઓ તુરંત સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તેની સમસ્યા ગંભીર લાગતા તબીબોએ બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી. ત્યારબાદ પરિવારજનો સારવાર અર્થે નેન્સીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા.
સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન અને એક્સરે કરતા બાળકીના પેટમાં ગાંઠ હોવાનું જાણવા મળ્યું. જેથી તેને બાળ રોગ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન ક્યારે ડોક્ટરે બાળકીના પેટ પર કાપો મૂક્યો તો અંદર જે દેખાયું તે જોઈને ડોક્ટરની ટીમ સ્તબ્ધ થઈ ગઈ.
બાળકીના પેટમાં વાળનો ગુચ્છો જોવા મળ્યો. આ વાગ્યાના ગુચ્છાએ પેટમાં ગાંઠ બનાવી દીધી હતી. જેને ખૂબ મહેનત બાદ સર્જરી દ્વારા કાઢવામાં આવી. આ અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર જણાવે છે કે આ ગાંઠને ટ્રાઈકોબેક્ટર કહેવામાં આવે છે. ભૂલથી વાળ ગળી જવાની કારણે આવી સમસ્યા ઊભી થાય છે. ત્યારે બાળકીને અસહ્ય પીડામાંથી મુક્ત કરવા બદલ તેના પિતાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આભાર માન્યો હતો.