આજીવન કેદ કે પછી મૃત્યુ દંડ?, જાણો હવે શું થશે હત્યારા ફેનિલને હાલત

Gujarat

સુરતના પાસોદરા વિસ્તારમાં સરાજાહેર યુવતીનું ગળું કાપીને હત્યા કરનાર આરોપી ફેનિલને 69 દિવસ બાદ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. ત્યારે હવે આવતીકાલે અંતિમ દલીલ બાદ કોર્ટે આરોપીને સજા સંભળાવશે. હથિયાર વગરની યુવતીને મર્દાનગી બતાવી વધ કરનાર ફેનિલનો કોર્ટ દ્વારા કાયદાની કલમથી વધ થયો છે. કોર્ટે કહ્યું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો છો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે?

કોર્ટમાં આજે આરોપી ફેનિલને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આરોપીને દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે આરોપી ફેનિલને અંતિમવાર કંઈ કહેવા માગતા હોય તો જણાવવા કહ્યું, પરંતુ ફેનિલ એક પણ શબ્દ બોલ્યો નહીં. કોર્ટે વારંવાર ફેનીલને કહ્યું કે જો તમને અંતિમવાર કંઈ કહેવાની ઈચ્છા હોય તો કહી શકો છો. પરંતુ ફેનિલ એક પણ શબ્દ બોલ્યો નહીં અને મૌન ધારણ કરી લીધું.

પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરી સરાજાહેર ગ્રીષ્મા વેકરીયાની હત્યા થયા બાદ અત્યાર સુધી આ કેસ અંગે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. જેમાં 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. ત્યારબાદ આ કેસ અંગે 16 એપ્રિલે કોર્ટે સુનવણી જાહેર કરી હતી. તો કે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા સુનાવણી 21 એપ્રિલ પર મુલતવી રાખી હતી. ત્યારે આજે કોર્ટમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે.

સરકાર પક્ષ અને બચાવ પક્ષની ભારે દલીલો બાદ અંતે આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો. બચાવ પક્ષે કહ્યું હતું કે ફેનિલ યુવાન છે. જોકે આ અંગે સરકાર પક્ષે દલીલ કરતાં કહ્યું હતું કે સમાજ યુવાન પાસે આવી અપેક્ષા ન રાખે કે તે કોઈ અન્ય નો જીવ લે. આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ ફેલાય છે. આવી દલીલ કર્યા બાદ યુવાન હોવાની વાતનું ખંડન કરવામાં આવ્યું હતુ.

કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીમાં બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલો પણ કરવામાં આવી હતી. જો કે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ટ્રાયલ પૂરી કરી સુનાવણીની તારીખ આપી હતી. ત્યારે આજે અંતિમ સુનાવણીમાં આરોપી ફેનિલને દોષિત ઠેરવવામાં આવ્યો છે. દોષિત જાહેર કર્યા બાદ કોર્ટે ફેનિલને અંતિમવાર બોલવા માટે મોકો આપ્યો હતો પરંતુ આરોપી એક પણ શબ્દ બોલ્યો નહીં.

ગ્રીષ્મા હત્યા કેસમા કોર્ટમા 190 સાક્ષીમાથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા અને સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોર્ટમાં આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું હતું. અંતે 21 એપ્રિલે કોર્ટ દ્વારા સુનાવણી જાહેર કરી આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આવતીકાલે કોર્ટ આરોપીને સજા ફટકારી શકે છે. ક્રૂર હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થશે કે પછી મૃત્યુદંડ કે પછી અન્ય કઈ સજા આપવામાં આવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published.