પોલીસ દ્વારા અવારનવાર રેડ પાડીને ગેર કાયદેસર ચાલતા કુટણખાના પર રોક લગાવવામાં આવે છે. રાજ્યના સુરત, અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં આવા કુટણખાનાઓ ધમધમી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સુરતમાં ચાલી રહેલા આવા ગેરકાયદેસર કુટણખાના પર રેડ પાડીને આ ગોરખ ધંધા સાથે સંકળાયેલ લોકોને દબોચી લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હ્યુમન ટ્રાફિકિંગ સેલને માહિતી મળી હતી કે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ રિચમોન્ડ પ્લાઝમા કોરલ પ્રાઈમ સ્પા નામની શોપમાં મસાજના નામે દેહવિક્રયની પ્રવૃતિઓ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતીના આધારે પોલીસે આ સ્થળે દરોડા પાડ્યા હતા અને આઠ યુવતી સહિત અન્ય ચાર લોકોની ધરપકડ કરી છે.
આ યુવતીઓ મૂળ થાઈલેન્ડની છે. થાઈલેન્ડથી આ યુવતીઓએ દેહવ્યાપાર માટે બોલાવવામાં આવતી હતી અને ત્યારબાદ સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસ દ્વારા આ યુવતીઓની માહિતી અંગે થાઈલેન્ડ દેશની એમ્બેસી પણ જાણ કરી દેવા આવી છે.
ઉલ્લેખનીય છે થાઈલેન્ડથી યુવતીઓને બોલાવીને દેહવ્યાપારના ધંધા ચલાવવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં જ અન્ય એક જગ્યાએ આ રીતે ગેરકાયદેસર દેહવ્યાપાર ચલાવતા લોકોને પોલીસે દબોચ્યા હતા. ત્યારે ફરી એકવાર પોલીસે સતર્કતા દાખવીને આવા દેરકાયદેસર પ્રવૃતિઓ કરતા તત્વો પર રોક લગાવી છે.