રોજે 14 કલાક વાંચી તનતોડ મહેનત બાદ બની કલેકટર, આ દીકરીની કહાની જાણીને તમે પણ કહેશો વાહ

Story

આજના સમયમાં સૌ કોઈ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે. ઘણા બધા લોકો સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરે છે. પરંતુ ખૂબ ઓછા લોકો પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે. ત્યારે આજે અમે તમને જાગૃતિ અવસ્થીની સફળતાની કહાની જણાવીશું જેમણે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 2 મેળવ્યો હતો.

મધ્ય પ્રદેશના ભોપાલની રહેવાસી જાગૃતિનું બાળપણથી જ કલેક્ટર બનવાનું સપનું હતું. શરૂઆતથી જ અભ્યાસમાં ટોચનું સ્થાન મેળવનાર જાગૃતિએ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ થોડાં વર્ષો સુધી ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં કામ કર્યું હતું. પરંતુ ત્યારબાદ તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. તનતોડ મહેનત કરીને જાગૃતિએ માત્ર 2 વર્ષમાં આઈએએસ બનવાનું સપનું પૂરું કર્યું.

જાગૃતિએ બીટેક કર્યા બાદ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે બે વર્ષ સુધી ત્યાં કામ કર્યું હતું. પરંતુ ત્યારબાદ બાળપણનું કલેક્ટર બનવાનું અને સામાજિક ક્ષેત્રોમાં કામ કરવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. તેમણે નોકરી છોડીને તનતોડ મહેનત કરીને યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી.

જાગૃતિ અવસ્થીએ ધ્યાન પોતાને ઘરે કોચિંગ ક્લાસ જેવો માહોલ બનાવીને સેલ્ફ સ્ટડી શરૂ કરી હતી. તેઓ શરૂઆતમાં 8 થી 10 કલાક અભ્યાસ કરતા હતા અને પરીક્ષા નજીક આવતા સમય વધારીને 10 થી 12 કલાક કર્યો. પરીક્ષાના લગભગ બે મહિના પહેલા તેઓ 12 થી 14 કલાક રીડિંગ કરતા હતા. તેમણે તૈયારી માટે ઇન્ટરનેટનો પણ સહારો લીધો હતો.

જાગૃતિ પોતાના પ્રથમ પ્રયાસમાં અસફળ રહ્યા હતા. પરંતુ તેમણે હાર માની નહિ અને દ્રઢ નિશ્ચય સાથે તૈયારી શરૂ રાખી. આખરે બીજા પ્રયાસમાં તેમણે ઓલ ઇન્ડિયા રેન્ક 2 મેળવીને તેમણે આઇએએસ બનવાનું સપનું સાકાર કર્યું હતું. જાગૃતિએ કોરોના મહામારી દરમિયાન પરીક્ષાની તૈયારી કરી હતી. તેઓ જણાવે છે કે કોવિડના મુશ્કેલ સમયમાં કોચિંગ સેન્ટરો બંધ હતા. આ દરમિયાન તેમણે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને જાતે અભ્યાસ કરીને સફળતા મેળવી.

જાગૃતિ કહે છે કે જો તમે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છો તો તમારે પોતાને સતત મોટીવેશન આપવું પડશે. ગમે તેટલી મુશ્કેલ પરિસ્થતિ હોય છતાંપણ તમારે એ બધામાંથી બહાર નીકળીને તમારા ધ્યેય તરફ આગળ વધવાનું છે. તેઓ કહે છે કે જો તમે યોગ્ય પ્લાનિંગ સાથે UPSC પરીક્ષાની તૈયારી કરશો તો તમને જરૂર સફળતા મળશે. તે યુપએસસીની તૈયારી કરતા તમામ લોકોને સખત મહેનત કરવા અને સકારાત્મક વલણ રાખવાની સલાહ આપે છે.

Leave a Reply

Your email address will not be published.