એલા આ તો ભારે કરી, વરરાજાએ લગ્નમાં ચાર કલાક સુધી કર્યો ડાન્સ તો વહુએ બીજા યુવક સાથે કરી લીધા લગ્ન

India

આપણા દેશમાં વિવિધતા છે. જેથી અહીંના લગ્ન પ્રસંગમાં ધાર્મિક વિધિઓ અલગ હોઈ શકે છે. પરંતુ બે વસ્તુઓ સામાન્ય છે તે છે ખોરાક અને નૃત્ય. કહેવાય કે કેટલાક લોકો તો ખાવા માટે અને નાચવા માટે જ લગ્નમાં જાય છે. વર વધૂને જોવાનો વારો તો પાછળથી આવે છે. પરંતુ શું કોઈને પણ પોતાના લગ્નમાં નાચવું ભારે પડી શકે છે? પરંતુ આજે અમે તમને એક એવી હકીકત જણાવીશું જેમાં વરરાજાને પોતાના લગ્નમાં નાચવું ખૂબ ભારે પડ્યું.

એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર પાંગરા ગામમાં 24 એપ્રિલના રોજ એક ઘટના બની હતી જે એકદમ ફિલ્મી છે. અહીં એક યુવતીના લગ્ન હતા. મંડપ સજાવવામાં આવ્યો હતો. બારાત યુવતીના ઘરના દરવાજા સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન વરરાજા અને તેના મિત્રો ડીજેની ધૂન પર જોરશોરથી નાચતા હતા. જે દરમિયાન વરરાજાએ એટલો બધો ડાન્સ કર્યો કે યુવતીના પિતા ગુસ્સે થઈ ગયા અને પોતાની દીકરીને લગ્નમાં આવેલા અન્ય વ્યક્તિને સોંપી દીધી.

યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે વરરાજો નશામાં હતો અને આ કારણે તેણે પોતાની દીકરીના લગ્ન કોઈ બીજા સાથે કરાવી દીધા. જાન સાંજે ચાર વાગ્યા સુધીમાં પહોંચવાની હતી પરંતુ રાત્રે આઠ વાગ્યે પહોંચી. દુલ્હનના ભાઈનું કહેવું છે કે 8 વાગે જાન આવી અને વરરાજા અને તેના મિત્રો મારામારી કરવા લાગ્યા. મંડપ સજાવવામાં આવ્યો હતો, બધા મહેમાનો આવ્યા હતા અને જો લગ્ન ન થાય તો છોકરીવાળાની બદનામી થાય. આ કારણે યુવતીના પિતાએ પોતાની દીકરીના લગ્ન લગ્નમાં આવેલા અન્ય છોકરા સાથે કરાવી દીધા.

બીજા યુવક સાથે લગ્ન કરીને દુલ્હન પ્રિયંકા પણ ખુશ છે. પ્રિયંકાએ કહ્યું કે સારું થયું પહેલા ખબર પડી કે વરરાજો દારૂડિયો છે. તે નાચી રહ્યો હતો અને હું કલાકો સુધી વરમાળા સાથે ઊભી રહી. જાનમાં દેખાઇ રહેલા તેના કૃત્યથી અમારો આખો પરિવાર દુ:ખી થયો હતો. સારુ થયુ કે તેનું સત્ય સમય કરતા પહેલા બહાર આવી ગયું.

મિડિયા રિપોર્ટ અનુસાર જ્યારે યુવતીના બીજા યુવક સાથે લગ્ન કરવા આવતા હતા. જો કે લગ્નના મંડપમાંથી હાંકી કઢાયા બાદ વરરાજાએ બીજા દિવસે બીજી એક યુવતી પણ શોધી કાઢી હતી અને લગ્ન કરી લીધા હતા. વરરાજાએ એમ પણ કહ્યું કે જોડીઓ ઉપરથી બનીને જ આવે છે. દુલ્હન પ્રિયંકા પણ અન્ય યુવક સાથે લગ્ન કરીને ખુશ છે.

Leave a Reply

Your email address will not be published.