IAS ઓફિસર બનવાની ગજબ કહાની, છઠ્ઠા ધોરણમાં નાપાસ થયેલી યુવતી બની UPSC ની ટોપર

Story

દોસ્તો કહેવાય છે ને કે જો સખત મહેનત અને દ્રઢ નિશ્ચય હોય તો કોઈપણ મુકામ હાંસલ કરી શકાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે રુક્મિણી રિયાર. જેમણે સખત મહેનત કરીને આઇએએસ અધિકારી બનીને માતા પિતા અને દેશનું નામ રોશન કર્યું. રુકમણી રિયારની સફળતાની કહાની સૌને પ્રેરિત કરનારી છે.

રુકમણી રિયાર શરૂઆતમાં ભણવામાં બહુ હોશિયાર ન્હોતા. તેઓ છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા હતા. નાપાસ થયા બાદ પરિવારના સભ્યો અને શિક્ષકોની સામે જવાની તેમની હિંમત ન થઈ અને બાકીના લોકો તેના વિશે શું વિચારશે તે બાબતે સંકોચ અનુભવતા હતા. જેથી તેઓ તણાવમાં રહેતા હતા. પરંતુ તેમણે આ તણાવમાંથી પોતાની જાતને બહાર કાઢી અને નવા લક્ષ્ય તરફ આગળ વધવાની શરૂઆત કરી.

રુકમણી રિયારનું શરૂઆતનું શિક્ષણ ગુરદાસપુરથી થયું હતું. ત્યારબાદ તે ચોથા ધોરણમાં ડેલહાઉસીની સેક્રેડ હાર્ટ સ્કૂલમાં ગયા હતા. બારમા ધોરણ બાદ રુકમણીએ અમૃતસરની ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી સામાજિક વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટમાંથી સામાજિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી અને ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા હતા.

પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ રુકમણી રિયારે મૈસૂરની અશોદય અને મુંબઈમાં અન્નપૂર્ણા મહિલા મંડળ જેવા એનજીઓ સાથે ઇન્ટર્નશિપ કરી હતી. ઇન્ટર્નશિપ બાદ રુકમણી રિયરે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી શરૂ કરી અને મહેનત કરીને પહેલા જ પ્રયત્નમાં સફળતા મેળવી. તેમણે યુપીએસસીમા ઓલ ઇન્ડિયા રેન્ક 2 મેળવ્યો હતો અને આઈએએસ અધિકારી બનવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.

યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે રુકમણી રિયારે 6 થી 12 ધોરણના એનસીઇઆરટીના પુસ્તકોમાંથી તૈયારી કરતા હતા અને ઇન્ટરવ્યૂની તૈયારી માટે દરરોજ અખબારો અને મેગેઝિન વાંચતા હતા. રુકમણીએ પરીક્ષા દરમિયાન ભૂલો ઘટાડવા માટે અનેક મોક પરીક્ષા આપી હતી. તેમણે છેલ્લા ઘણા વર્ષોના પ્રશ્નપત્રો પણ સોલ્વ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.