સ્વિમિંગ પુલમાં ડૂબી જતા બે સગા ભાઈના મોત, છોકરાઓને જીવતા કરવા પરિવારે અંધશ્રદ્ધામા આવી કર્યુ એવું કામ કે જાણીને તમને પણ નવાઈ લાગશે

India

હાલ કેટલીક જગ્યાએથી ડૂબી જવાની ઘટનાઓ સામે આવે છે. આવી જ ઘટના રાજસ્થાનના ભિલવાડા શહેરમાંથી સામે આવી છે. જ્યાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી બે સગા ભાઈઓના મોત થયા છે. મળતી માહિતી અનુસાર આ બંને બાળકો પોતાના ફઈના ઘરે લગ્નમાં આવ્યા હતા. ત્યારે રિસોર્ટમાં રમતા રમતા ડૂબી જતા 2 સગા ભાઈ અરનવ અને અહનના મોત થયા છે.

આજના બદલાતા યુગમાં પણ કેટલાક લોકો અંધવિશ્વાસ રાખે છે. આ બાળકોના પરિવારજનો પણ અંધવિશ્વાસ હતા. તેમણે બંને બાળકોને જીવિત કરવા માટે તેમના મૃતદેહને મીઠામાં દબાવી દીધા હતા. તેમનું કહેવું હતું કે જે પાણીમાં ડૂબી જાય છે તેમને મીઠામાં દબાવીને રાખવાથી તે જીવિત થાય છે. પરંતુ કલાકો સુધી મીઠામાં દબાવીને રાખવા છતાં પણ તેઓ જીવિત થયા નહીં.

સ્વિમિંગ પુલમાં ડૂબી જનાર બાળકો કછોલના રહેવાસી અમિતભાઈના દીકરાઓ છે. રવિવારે તેમના ફઈના ઘરે આવ્યા હતા. દરેક લોકો લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા તે સમયે બન્ને ભાઈઓ રમતા રમતા સ્વિમિંગ પૂલ તરફ જતા રહ્યા હતા. આ દરમિયાન પુલમાં ડૂબી જતાં તેમના મોત થયા હતા. થોડા સમય બાદ પરિવારજનો બાળકોને શોધવા માટે નીકળ્યા હતા.

પરંતુ બાળકો સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ જ્યારે તેમને પૂલમાંથી બહાર કાઢી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જો કે બાળકોના પરિવારજનોએ બાળકોને કલાકો સુધી મીઠામાં દબાવીને નાખ્યા હતા. તેમને અંધવિશ્વાસ હતો કે જે ડૂબે છે તેમને મીઠામાં રાખવાથી ફરીથી જીવિત થાય છે. આ વાતને લઈને પોલીસે પરિવારજનો સાથે ઘણા સમય સુધી ઉગ્ર ચર્ચા પણ કરી હતી. ત્યારબાદ તેમને મીઠા માંથી બહાર કાઢવામાં આવતા.

Leave a Reply

Your email address will not be published.