સુરતમાં સીટી બસના ડ્રાઇવરને અચાનક ખેંચ આવતા અકસ્માત, બે બાઇકને ટક્કર મારી બસ ધડાકાભેર હોટલમાં ઘુસી ગઈ

Gujarat

સુરતમાંથી કેટલીકવાર સિટી બસના અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલ અકસ્માતની એક અનોખી ઘટના સામે આવી છે. સુરતના દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં બસ ચાલકને અચાનકથી ખેંચ આવતા બસ પર કાબુ ગુમાવ્યો હતો. આ બસ બે બાઈકને ટક્કર મારીને હોટલમાં ઘુસી ગઈ હતી. બસ ધડાકાભેર અથડાતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

આ ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બસ ઝડપથી ટકરાઈ હતી. જેથી અંદર બેસેલા કેટલાક મુસાફરોને પણ ઇજા થઇ છે. જો કે સીટી બસ ડ્રાઈવરને અચાનક ખેંચ આવતા દુર્ઘટના ઘટી છે. બસે પહેલા હોટેલની બાજુમાં ઉભેલી કારને ટક્કર મારી હતી ત્યારબાદ બે બાઈકને અડફેટે લઇ હોટેલમાં ઘુસી ગઈ હતી.

બસ ધડાકેભેર અથડાઈ હતી જેથી કેટલાક મુસાફરોને ઇજા થઈ છે. પરંતુ સદનસીબે જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર બસ ડ્રાઈવરને ખેંચ આવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટના અંગે તપાસ કરતા અને બસ કંડક્ટર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે ડ્રાઇવર બેભાન થઈ જતા દુર્ઘટના સર્જાઇ હતી. જોકે આ ઘટનામાં બસમાં બેસેલા પેસેન્જરોને કોઈ ગંભીર ઇજા થઇ નથી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર આ બસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્ટેશન તરફથી રેલવે સ્ટેશનના રોડ તરફ જઈ રહી હતી.

સ્ટેશન વિસ્તાર તરફ પહોંચતા જ આ ઘટના બની હતી. સિટી બસ ડ્રાઈવરને અચાનકથી ખેંચ આવવાને કારણે દુર્ઘટના સર્જાઇ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જેથી મોટી દુર્ઘટના ટળી હોય તેવું કહી શકાય. બસ કારને ટક્કર મારી હોટેલમાં ઘુસી ગઈ હતી. જો કે કારમાં કોઈ વ્યક્તિ બેસેલું નહોતું. સીટી બસ ડ્રાઈવરને બેભાન હાલતમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.