એક સમયે ગુજરાતના ધારાસભ્ય રહેનાર આ ઈમાનદાર દાદાની આજે હાલત જોઈને તમારું કાળજું પણ કંપી ઉઠશે

Story

આજના સમયમાં લોકો પૈસા પાછળ ભાગે છે. તેમાં પણ જો સત્તા હાથમાં આવે તો ખૂબ લાભ ઉઠાવે છે. હાલ જો કોઈ સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જીતી જાય તો તે પોતાના કાર્યકાળના પાંચ વર્ષમાં પૈસા ઝુંટવામાં લાગી જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા દાદા વિશે જણાવીશું જે એક સમયે ધારાસભ્ય રહ્યા હતા. છતાંપણ આજે સહાય માટે ઝંખી રહ્યા છે.

ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ રહેનાર જેઠાભાઈ રાઠોડ આજની તારીખે પણ બીપીએલ ધારક તરીકે જીવન જીવી રહ્યા છે. પાંચ દીકરાઓ તેમજ પાંચ પુત્રવધૂઓનો પરિવાર ધરાવનારા ધારાસભ્ય હાલના તબક્કે સહાય અને સહયોગ માટે ઝંખી રહ્યા છે. કેટલાક લોકો ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે તો પૈસા ભેગા કરવા પાછળ વાગી જાય છે.

પરંતુ જેઠા દાદાએ પોતાના કાર્યકાળ દરમિયાન ઈમાનદારી અને પ્રામાણિકતા દાખવી હતી. આજે પણ તેમની પ્રામાણિકતાને લોકો દાદ આપી રહ્યા છે. એક સમયે ધારાસભ્ય રહ્યા હોવા છતાંપણ આજે તેઓ બીપીએલ કાર્ડનો લાભ મેળવીને જીવન ગુજારી રહ્યા છે. આ દાદા દરેક લોકો માટે પ્રેરણારૂપ છે. એક સમયે ધારાસભ્ય રહી ચૂકેલા આ દાદા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

જેઠાભાઇ 1967થી 1971ના કાર્યકાળ દરમ્યાન ખેડબ્રહ્મા ધારાસભ્યના પદ પર રહ્યા હતા. જેઠાભાઇ ઠાકોર સાયકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. તેમણે ધારાસભ્યના પદ પર રહીને જનતાના હિત માટેના ઘણા કાર્યો કર્યા છે. તેમણે ખુબજ ઈમાનદારીથી કાર્ય કર્યું છે.

આ પાંચ વર્ષમાં તેમણે તળાવ તેમજ રસ્તાના કામને પ્રાધાન્ય આપ્યું હતું. જેથી લોકો આજે પણ તેમના કામને દાદ આપી રહી છે. તેઓ સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઇકલ પર પ્રવાસ કરી લોકોના સુખ દુખમાં ભાગીદાર બન્યા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે લોકોના હિત માટે કરી કરનાર પૂર્વ ધારાસભ્યને આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા કોઈ સહાય મળતી નથી.

ખરેખર જેઠાભાઇ આજના નેતાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ સમાન છે. પરંતુ આજે તેમને જ સહાય માટે વલોપાત કરવા પડે છે. તેમને પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શનનો લાભ પણ નથી મળતો. તેમણે અદાલતમાં જઇ ન્યાય મેળવવા માટે માંગણી કરી હતી. આ દરમિયાન તેમના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. છતાંપણ તેમને પેન્શન મળતું નથી.

પોતાની પાસે સત્તા હોવા છતાંપણ સ્થાનિક લોકોના આંખના આંસુ લૂછનાર ધારાસભ્યની હાલની પરિસ્થિતિ સામે જોવા માટેનો પણ સમય સરકાર પાસે નથી. આજે કેટલાક લોકો સત્તાનો ખોટો લાભ ઉઠાવે છે ત્યારે બીજી તરફ પાંચ વર્ષ સુધી લોકોની સેવા કરનારા આ ધારાસભ્ય પાસે આજની તારીખે BPL રેશનકાર્ડ તેમજ વારસદારો તરફથી મળેલું મકાન એ જ તેમની મૂડી છે. એક સમયે ધારાસભ્ય રહ્યા હોવા છતાં આજે તેઓ સહાય માટે ઝંખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.