શંકર ભગવાનના દેશ વિદેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. શંકર ભગવાન દેવોના દેવ છે. એવું કહેવાય છે કે જો કોઈપણ સાચા દિલથી તેમની ભક્તિ કરે તો તેઓ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. કારણ કે તે ભોળા છે અને તેથી જ તેમને ભોળાનાથ કહેવામાં આવે છે. ત્યારે આજે અમે તમને એક એવા સ્થળ વિશે જણાવીશું જ્યાં ધરતીથી 200 ફૂટ નીચે શંકર ભગવાન દર્શન આપે છે.
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં જમીનથી અંદાજે 200 ફૂટ નીચે ભગવાન શંકર દર્શન આપે છે. કહેવાય છે કે અહીં એક શિવલિંગ છે જેના પર જ્યારે તડકો આવે છે ત્યારે ભગવાન શિવજીની આકૃતિ બને છે. જેથી લોકો સાક્ષાત ભગવાન શિવજી દર્શન આપતા હોય એવુ માને છે. અગત્યની વાત એ છે કે અહી શિવજીની પ્રતિકૃતિ માત્ર પાંચ મિનિટ માટે જ રચાય છે.
આ શિવલિંગ એક ગુફામાં આવે છે. જે ગુફામાં માત્ર પાંચ મિનિટ સુધી તડકો આવે છે. ત્યારબાદ તડકો આવતો નથી. જ્યારે આ તડકો શિવલિંગ પર પડે છે ત્યારે શિવજીની આકૃતિ રચાય છે. જે ચમત્કાર જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. મહત્વની વાત એ છે કે આ ગુફામાં કોઈપણ જગ્યાએ પાણીનો સ્ત્રોત નથી છતાં પણ અહીં પાણી આવે છે.
આ ગુફાનું નામ છે તીલિયા ભરકા. ગુફાનો રસ્તો ખૂબ જ સાંકડો છે. સાંજે પાંચ વાગ્યા આસપાસ માત્ર પાંચ મિનિટ માટે આ શિવલિંગ પર તડકો પડે છે. ત્યારે શિવલિંગના પાછળના ભાગે શિવજીની પ્રતિકૃતિ રખાય છે. ગુફામાં મધમાખીઓ પણ હોય છે. તેથી અહીં ગુફાની અંદર જવામાં ખુબજ સાવચેતી રાખવી પડે છે.
મધ્યપ્રદેશમાં અનેક મંદિરો આવેલા છે. પરંતુ અહીંના કેટલાક મંદિરો વિશેષ ખાસિયત ધરાવે છે. જેમાંનું એક છે રિવાના કિલ્લામાં આવેલ મહામૃત્યુંજય શિવ મંદિર. અહીં 1001 છિદ્રો વાળું શિવલિંગ આવેલું છે. જેના દર્શન કરવા માટે ભકતો દૂરદૂરથી આવે છે. એવું કહેવાય છે કે આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં શિવજીને મહામૃત્યુંજય રૂપમાં પૂજવામાં આવે છે.
ઉપરાંત મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના મુખ્યાલયથી 60 કિલોમીટર દૂર જંગલમાં વાઘેશ્વરી મંદિર આવેલું છે. આ મંદિર આ મંદિરે દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવે છે. કહેવાય છે કે અહીં સૌપ્રથમ નાની શિવલિંગ જોવા મળી હતી. જ્યારે તેનું ખોદકામ કરવામાં આવ્યું તે શિવલિંગ વિશાળ બનતી ગઈ. ઊંડે સુધી ખોદકામ કરવા છતાં પણ તેનો અંત આવ્યો નહીં. આ ચમત્કારિક શિવલિંગના દર્શન કરવા માટે લોકોની ભીડ જામે છે.