પેટ્રોલપંપ ચલાવનારની દીકરી માત્ર 22 વર્ષની ઉંમરે બની IAS અધિકારી, આજે ખનન માફિયાઓ આ અધિકારીથી થર થર ધ્રૂજે છે

Story

દર વર્ષે દેશના લાખો યુવાનો યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું સપનું જુએ છે. પરંતુ આ પરીક્ષામાં માત્ર બે ટકા લોકો જ સફળતા પ્રાપ્ત કરે છે. આ પરથી જ ખબર પડે છે કે આ પરીક્ષા ખૂબ જ કઠિન હોય છે અને આ પરીક્ષા પાસ કરનાર અધિકારી ખૂબ જ કુશળ હોય છે. આજે અમે તમને આવા જ એક ઓફિસર વિશે જણાવીશું. જેમણે ખૂબ જ નાની ઉંમરમાં આઈએએસ અધિકારી બનીને ઇતિહાસ સર્જ્યો છે.

અમે વાત કરી રહ્યા છીએ આઈએએસ અધિકારી સ્વાતિ મીનાની. જેમનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. તેમણે પોતાનું શરૂઆતનું શિક્ષણ અજમેરમાં પૂરું કર્યું. એક પેટ્રોલ પંપ ચલાવનાર માતાની દીકરીએ બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું. પરંતુ આઠમા ધોરણમાં આવતા આ સપનું બદલાઈ ગયું.

સ્વાતિએ નાની ઉંમરમાં કંઈક એવું જોઈ લીધું કે તેમના મનમાં બસ એક જ વાત બેસી ગઈ કે હવે તેમને કોઈપણ હાલતમાં આઈએએસ અધિકારી બનવું છે. ખરેખર સ્વાતિ જ્યારે આઠમા ધોરણમાં હતા ત્યારે તેઓ પોતાના માસીને મળ્યા હતા. ત્યારે તેમને ખબર પડી કે એક અધિકારી બનવાની ખુશી શું હોય છે. તેમના આ માસી હજુ અધિકારી બન્યા હતા અને ત્યારે તેમના ચહેરાની ખુશી કંઈક અલગ જ હતી.

સ્વાતિના અધિકારી માસીની આ ખુશીએ સ્વાતિને પ્રેરિત કર્યા. ત્યારબાદ તેમણે પોતાનો નિર્ણય બદલ્યો અને UPSC ની પરીક્ષાની તૈયારી કરવામાં લાગી ગયા. તેમના આ નિર્ણયને સૌથી વધારે સપોર્ટ મળ્યો તેમના પિતા તરફથી. સ્વાતિ મીનાના માતા ભલે પોતાના પેટ્રોલ પંપમાં વ્યસ્ત હતા પરંતુ તેમના પિતા હંમેશા તેની સાથે રહેતા હતા.

સ્વાતિના પીતાએ કેટલીકવાર તેમનું ઈન્ટરવ્યૂ પણ લીધું હતું. જેથી સ્વાતિને ઇન્ટરવ્યૂ આપવામાં તકલીફ ના પડે. સ્વાતિએ આ પરીક્ષાની તૈયારીમાં પોતાની બધી તાકાત લગાવી દીધી. તેમની આ કઠિન મહેનત રંગ લાવી અને તેમણે 2007માં યુપીએસસી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા 260 મો રેન્ક પ્રાપ્ત કર્યો. મહત્વની વાત એ છે કે માત્ર 22 વર્ષની ઉંમરમાં સ્વાતિએ આઈએએસ અધિકારી બનીને ઇતિહાસ રચ્યો.

મધ્ય પ્રદેશ કેડરમાં પોસ્ટીંગ થઈ આવેલ સ્વાતિ મીના એક નીડર અને દબંગ અધિકારી તરીકે ઉભરી આવ્યા. મંડલામાં થયેલી તેમની પોસ્ટિંગ એક રીતે અહીંના ખનન માફિયાઓ માટે એક કાળ સાબિત થઈ. આ ખનન માફીયાઓની ફરિયાદો પર તેઓએ વિલંબ કર્યા વિના કાર્યવાહી શરૂ કરી હતી. એક પછી એક કાર્યવાહીથી ત્યાંના ખનન માફિયાઓના મનમાં સ્વાતિનો એક અલગ જ ડર બેસી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.