આપણે જોઇએ છીએ કેટલીકવાર વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે જેના વિશે જાણીને નવાઈ લાગે છે. એવી જ ઘટના હાલ ગુજરાતમાંથી સામે આવી છે. આ અનોખી ઘટના જેવું તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. ગુજરાતના વલસાડના કપરાડાના નાનાપોઢા ગામમાંથી લગ્નની એક અનોખી કંકોત્રી સામે આવી છે. આ કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.
વાયરલ થયેલી આ કંકોત્રીમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે એક યુવક એક સાથે બે કન્યા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. કંકોત્રીમાં દેખાય છે કે એક તરફ વરનું નામ પ્રકાશ લખેલું છે જ્યારે બીજી તરફ કન્યાનું નામ નયના અને કુસુમ લખવામાં આવ્યું છે. આ પરથી લોકો કહી રહ્યા છે કે આ યુવક લગ્નમંડપમાં એક સાથે બે યુવતી સાથે લગ્ન કરવાનો છે.
હકીકતમાં આ યુવક પ્રકાશના એક વાર લગ્ન થઈ ચૂક્યા છે અને તેઓ બીજી વાર લગ્ન કરી રહ્યા છે. પ્રકાશભાઇએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેમના એક જ યુવતી સાથે લગ્ન થવાના છે. પરંતુ તેમની પહેલી પત્નીને ખોટું ના લાગે એટલા માટે કંકોત્રીમાં બંનેના નામ લખવામાં આવ્યા છે. તેઓ જણાવે છે કે હું મારી પત્ની અને પરિવારની સંમતીથી આ લગ્ન કરવા જઈ રહ્યો છે.
એક જ યુવકના બે લગ્ન વિશે સાંભળીને કેટલાક લોકોને નવાઈ લાગશે. પરંતુ આદિવાસી સમાજમાં કેટલી વાર આવું થતું હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રકાશભાઈ વર્ષોથી પોતાની બંને પત્નીઓ સાથે રહે છે. તેમના એક પત્ની સાથે પહેલા લગ્ન થયા હતા જ્યારે બીજી યુવતી સાથે તેઓ લિવ ઇનમાં રહેતા હતા. જ્યારે હાલ તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.
પ્રકાશભાઇને બંને પત્નીઓને બે બે બાળકો પણ છે. પરંતુ સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન કરવા પડે તેથી તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર તેમની પ્રથમ પત્ની અને પરિવારજનોની સંમતિથી તેઓ બીજી યુવતીની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ કુસુમ છે જ્યારે તેઓ યુવતી નયના સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.
તેઓ જણાવે છે કે તેમની પ્રથમ પત્ની કુસુમને ખોટું ન લાગે એટલા માટે તેમનું પણ નામ કંકોત્રીમાં લખવામાં આવ્યું છે. આગામી 9 મે ના રોજ તેમના લગ્ન છે. પ્રકાશભાઈ નયના સાથે ઘણા વર્ષોથી રહે છે. પરંતુ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમણે લગ્ન નહોતા કર્યા. ત્યારે હાલ તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.
તેઓ જણાવે છે કે તેમની પ્રથમ પત્ની અને પરિવારજનોને તેમના બીજા લગ્નથી કંઈ વાંધો નથી. જેથી તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓ એક જ યુવતી સાથે લગ્ન કરવાના છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ કંકોત્રી માં બે યુવતીના નામ હોવાથી લોકોને એવું લાગી રહ્યું છે કે તેઓ એક સાથે બે યુવતી સાથે લગ્ન કરવાના છે. જ્યારે હકીકતમાં તેમના એક જ યુવતી નયના સાથે લગ્ન થવાના છે.