આખરે ફેનિલને ફેનિલને ફાંસીની સજા, જજે ફાંસીની સજા સંભાળવતા કોર્ટમાં બની ગયો હતો કંઈક આવો માહોલ

Gujarat

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીએ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર હત્યા કરી નાખી હતી. જેના પગલે સમગ્ર પંથકમાં શોક છવાયો હતો. આ કરપીણ હત્યાથી આખું ગુજરાત હચમચી ગયું હતું. આ ઘટનાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે સરકાર દ્વારા કલોઝિંગ આપી 16 એપ્રિલે ચુકાદો આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

જો કે આ દરમિયાન બચાવ પક્ષના વકીલ હજાર ન રહેતા સુનવણી ટળી હતી. ત્યારબાદ આ કેસની સુનવણી અંગે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. આ ઉપરાંત તારીખ પણ પડી હતી. જે બાદ આજે કોર્ટે આ કેસની સુનવણી આપી છે. જેમાં સરાજાહેર ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરનાર આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સજા સાંભળતાની સાથે ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યા.

કોર્ટમાં આજે બંને પક્ષના વકીલ અને ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા હતા. આ દરમિયાન જજે કહ્યું કે દંડ દેવો સરળ નથી. પરંતુ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. એટલે કે ખુબ જ ઓછા કેસ આવા હોય છે. આવું કહ્યા બાદ આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જો કે જજે જ્યારે ફાંસીની સજા સંભળાવી ત્યારે ફેનિલના ચહેરા પર સહેજ પણ ડરનો ભાવ દેખાયો નથી.

બંને પક્ષના વકીલ અને ગ્રીષ્માના પરિવારજનો આજે કોર્ટમાં હાજર થયા છે. ત્યારબાદ આરોપી ફેનિલને પણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જજે શ્લોક વાંચ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ઓર્ડર વાંચતા જજે કહ્યું દંડ આપવો સરળ નથી પરંતુ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. હત્યા દરમિયાન નિસહાય ગ્રીષ્માના ગળા પર 12 ઇંચની ચપ્પુ હતું. તે આરોપીથી દૂર જવાની કોશિશ કરતી હતી ત્યાં તેના ગળા પરથી લોહી વહેવા લાગ્યું.

જજે કહ્યું કે લોકોએ ભાગ્યે જ આવો હત્યાનો બનાવ જોયો હશે જેથી ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હત્યા બાદ પણ આરોપીના ચહેરા પર ડર કે પસ્તાવાનો ભાવ દેખાયો નથી. ગ્રીષ્માની હત્યાની સાથે સાથે આરોપીને ઠંડા કલેજે અન્ય બે વ્યક્તિની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્મા માત્ર 20 વર્ષની હતી. તેના ઘણા બધા સપનાઓ હશે. આમ 506 પાનાનું જજમેન્ટ રજૂ કર્યા બાદ કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી છે.

દીકરી ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા મળતાની સાથે જ તેના પરિવારજનો રડી પડ્યા. દરેકની આંખમાં આંસું આવી ગયા. ગ્રીષ્માના પિતાએ પોલીસથી લઇને તમામ નેતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે મારી દીકરી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી માંગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાય પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે જેથી અન્ય કોઈ ગ્રીષ્મા આવી રીતે ભોગ નહિ બને.

જિલ્લા સરકારી વકીલ નયન સુખડાવાલાએ કહ્યું કે કોર્ટે આરોપી ફેનિલ ગોયણીને મૃત્યુદંડની સજા ફટકારી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં કોર્ટે સજા ફટકારી છે. આ ઉપરાંત જિલ્લા સરકારી વકીલ નયન સુખડાવાલાએ ભોગ બનનારને યોગ્ય વળતર મળે તે માટેની પ્રક્રિયા પણ કરી છે.

કોર્ટમાં સરકાર પક્ષ અને બચાવ પક્ષની તમામ દલીલો સાંભળીને ચુકાદો આપવામાં આવ્યો છે. સત્ર ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા હત્યાના આ કેસમાં ગ્રીષ્માની હત્યા દરમ્યાન ઉતારેલા વિડીયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો આરોપી ફેનીલ માટે ગાળિયા રૂપ સાબિત થયો છે.

સમગ્ર ઘટનાઈ વાત કરીએ તો સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ 21 વર્ષિય યુવતી ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર ગળું કાપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેણે હાથની નસ કાપી ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે હોસ્પિટલમાંથી રજા મળતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં 5 મે ના રોજ આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.