રામાયણ સાથે જોડાયેલા આ સ્થળ આજે પણ મોજુદ છે, એકવાર આ સ્થળ જોવા મટે જરૂર જજો

Religious

ભગવાન શ્રી રામ પર લોકોને વિશેષ આસ્થા અને ભક્તિ છે. આપણે સૌ કોઈ રામાયણ ગ્રંથ વિશે જાણીએ છે. રામાયણનો ઉલ્લેખ આજથી સાત હજાર વર્ષ જૂનો છે. પરંતુ રામાયણમાં વર્ણિત સ્થાન આજે પણ હાજર છે. ત્યારે આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલા આ સ્થાનો વિશે જણાવીશું.

માતા સીતા સાથે જોડાયેલું સ્થાન મિથિલા છે. જ્યાં માતા સીતાનો જન્મ થયો હતો. જે આજે નેપાળના જનકપુર અને આંશિક રૂપે ભારતના બિહારમાં સ્થિત છે. રામાયણમાં વર્ણિત અન્ય સ્થાન છે અયોધ્યા. જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. જે આજે ઉત્તર પ્રદેશમાં મોજૂદ છે. કહેવાય છે કે શ્રી રામનો જન્મ રામ કોટમાં થયો હતો જે અયોધ્યાના દક્ષિણ ભાગમાં આવેલ છે.

ભગવાન રામનું આ જન્મ સ્થાન હિંદુઓ માટે પૂજનીય સ્થાન છે. રામ સીતા અને લક્ષ્મણ અયોધ્યા છોડીને સૌપ્રથમ ભારતના પ્રયાગરાજમાં આવ્યા હતા. રામાયણમાં ચિત્રકૂટ નામના સ્થાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે હાલના મધ્ય પ્રદેશમાં મોજૂદ છે. અહી નદી પર રામ ઘાટ આવેલ છે. કહેવાય છે કે અહી માતા સીતા અને ભગવાન શ્રી રામ સ્નાન કરવા માટે આવતા હતા.

રામ ઘાટ પર જ ભગવાન રામ અને ભરતનો મિલાપ થયો હતો. છત્તીસગઢમાં સ્થિત દંડકર્ણીય સ્થાનનો પણ રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહી સુરપંખાએ રામ સીતા અને લક્ષ્મણ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન લક્ષ્મણજી રાવણની બહેન સુરપંખાનું નાક કાપ્યું હતું. રામાયણમાં વર્ણિત પંચવટીમાં માતા સીતા મૃગ પર મોહિત થયા ગયા હતા. જે મૃગ હકીકતમાં રાવણના કાકા મારીચ હતા.

આ સ્થાન પર જ માતા સીતાએ લક્ષ્મણ રેખા પાર કરી હતી અને ત્યાંથી રાવણ માતા સીતાનું અપહરણ કરીને તેમને લંકા લઈ ગયો હતો. રામાયણમાં પક્ષી જટાયુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેણે માતા સીતાને બચાવવા માટે યુદ્ધ કર્યું હતું. પરંતુ રાવણે જટાયુના પંખ કાપી નાખતા તે જમીન પર પડી ગયું હતું. આ સ્થાન આજે પણ આંધ્રપ્રદેશમાં મોજૂદ છે.

રામાયણમાં વાલી અને સુગ્રીવના રાજ્ય કિષ્કિંધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહી ભગવાન શ્રી રામની હનુમાનજી સાથે મુલાકાત થઈ હતી. હાલમાં આ સ્થાન કર્ણાટકના કોપલ જિલ્લામાં તુંગભદ્રા નદીની પાસે આવેલ છે. આ ઉપરાંત લંકા પર ચડાઈ કરવા જતા પહેલા રામેશ્વરમાં ભગવાન શ્રી રામે શિવજીની પૂજા અર્ચના કરી હતી. સ્વયં ભગવાને રામ દ્વારા સ્થાપિત શિવલિંગ આજે પણ અહી મોજૂદ છે.

ત્યારબાદ ભગવાન શ્રી રામ ધનુષ કોડી પહોંચ્યા હતા અને લંકા જવા માટે વાનર સેનાની મદદથી સેતુ નિર્માણની કાર્ય શરૂ કર્યું હતું. નલ નીલથી મદદથી અહી સેતુ નિર્માણ કરી ભગવાન શ્રી રામ લંકા પહોંચ્યા હતા. 7000 વર્ષ જૂની રામાયણમાં વર્ણિત આ સ્થાન આજે પણ જોવા મળે છે. આ સ્થાને આજે પણ આપણને રામાયણની સત્યતાના પુરાવા આપે છે.

Leave a Reply

Your email address will not be published.