બંગાળની ખાડીમા લો પ્રેશર સિસ્ટમ સક્રીય થતા વાવાઝોડાના એંધાણ, આ તારીખે ત્રાટકી શકે છે વાવાઝોડુ

Weather

ચોમાસુ નજીક આવતાની સાથે જ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં અસ્થિરતા જોવા મળે છે. ત્યારે હાલ બંગાળાની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી છે તેના કારણે વાવાઝોડાના એંધાણ દેખાઇ રહ્યા છે. વેધર એનાલિસ્ટના જણાવ્યા અનુસાર મે મહિનામાં જ પ્રિમોન્સુન વરસાદની સંભાવના સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલા જ પ્રિ મોન્સુન વાવાઝોડાની શરૂઆત થાય છે. ત્યારે હાલ મે મહિનામાં જ પ્રિ મોન્સુન વાવાઝોડાની સંભાવના જણાઈ રહી છે. કેરળમાં મે મહિનાના અંતમા ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે જ્યારે તેના 15 દિવસ બાદ એટલે કે 15 જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જતું હોય છે. જો કે આ વાવાઝોડાના પગલે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ વહેલુ બેસે તેવી સંભાવના જણાઈ રહી છે.

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આગામી 6 મે ના રોજ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાશે. આ હવાનું દબાણ એટલે કે લો પ્રેશર જેમ જેમ આગળ વધશે તેમ તેમ વાવઝોડાની અસર થતી જશે. આ લો પ્રેશર 8 મે ના રોજ વાવાઝોડાના પરિણમશે. આ વાવાઝોડું ખૂબ મોટું હશે અને તે ભયંકર રૂપ સાબિત થઈ શકે છે.

બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે જે દસમીની આજુબાજુમાં વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે. આગામી 10 તારીખની આજુબાજુ આ વાવાઝોડું દરિયા કિનારે ટકરાઈ શકે છે. હાલના અનુમાન મુજબ આ વાવાઝોડું જ્યારે ત્રાટકશે ત્યારે 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે.

વેધર મોડેલના અનુમાન પ્રમાણે વાવાઝોડાનો રસ્તો પશ્વિમ દિશામાં જઈ રહ્યો છે. જો કે બંગાળની ખાડીમાં બનતું આ વાવાઝોડું ગુજરાતથી હજારો કિલોમીટર દૂર છે. જેથી આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થશે નહી. પરંતુ આ વાવાઝોડાની અસર ચોમાસા પર પડશે. જેના કારણે ગુજરાતમાં નિર્ધારિત સમય કરતા વહેલા ચોમાસુ બેસે તેવી સંભાવના છે. જો કે પવનની દિશામાં ફેરફાર થતા આગાહીમાં ફેરફાર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.