ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કાંડ વિશે સૌ કોઈ જાણે છે. ગત 12 ફેબ્રઆરીએ સુરતના પાસોદરા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશવાસીઓને હચમચાવી દીધા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ગ્રીષ્માની હત્યાનો વાયરલ વિડીયો જોઈને સમગ્ર દેશવાસીઓના હૈયા ફફડી ઉઠયા હતા.
હસતી રમતી ખિલખિલાટ કરતી ગ્રીષ્માની ૨૨ વર્ષીય યુવાને એક ઝાટકે ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે સુરતની સેશન કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં ગત 5 મે ના રોજ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર હત્યા કરનાર આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.
કાળજાના કટકાની હત્યા કરના આરોપીને ફાંસીની સજા મળતાં પરિવારજનોએ આ ન્યાય માટે સંતોષ માન્યો હતો. આ ઉપરાંત તેમણે વકીલ, જજ, મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓ અને આ કેસમાં તેમના પરિવારજનોનો સાથ આપનાર તમામ લોકોનો તેમણે આભાર માન્યો હતો. કોર્ટે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા સંભળાવી દીધી છે.
આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. ગ્રીષ્માની ઘણી બધી તસવીરો એકસાથે એડિટ કરી આ વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં લાડકી સોંગ વાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. ગ્રીષ્માની બહેને દીદી ગ્રીષ્માની યાદમાં આ વીડિયો પોસ્ટ કર્યો છે.
આ વીડિયો જોઈને ગ્રીષ્માની યાદ તાજી થઇ રહી છે અને વિડીયો જોનારા તમામ લોકો ભાવુક થઇ રહ્યા છે. ગ્રીષ્માની બહેનનું દર્દ છલકાતું દેખાઇ રહ્યું છે. ગ્રીષ્માની બહેને વીડિયોના કેપ્શનમાં લખ્યું છે Miss you grishma didi.. આ વિડીયો જોઈ સૌ કોઈની આંખો ભીની થઈ રહી છે. હસતી રમતી અને પરિવારજનો સાથે ખિલખિલાટ કરતી માસૂમ ગ્રીષ્માને જોઈ સૌ કોઈ ભાવુક થઈ રહ્યા છે.
ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરા વિસ્તારમાં સરાજાહેર ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરનાર આરોપીને કોર્ટે 5 મે ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. જજે શ્લોકના ઉચ્ચારણ સાથે ચુકાદો આપવાનું શરૂ કર્યું હતું. જજ સાહેબે કહ્યું કે દંડ આપવો સરળ નથી. પરંતુ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે.
ચુકાદો વાંચતા જજે કહ્યું કે હત્યા વખતે ગ્રીષ્મા નિસહાય હતી. તેના ગળા પર 12 ઈંચનું ધારદાર ચાકુ હતું. તે આરોપીથી દૂર જવા ઇચ્છતી હતી પરંતુ આ દરમિયાન તેના ગળા પર ચાકુના ઘા કરતા લોહી નીકળવા લાગ્યું હતું. તેના ગળામાંથી લોહીના ફુવારા ઊડવા લાગ્યા. ગ્રીષ્મા ફેનિલના પગમાં પડી ગઈ હતી. છતાં પણ આરોપીને જરાય દયા આવી નહીં કે ન તો તેને કાયદાનો ડર લાગ્યો.
View this post on Instagram
કોર્ટે કહ્યું કે લોકોએ હત્યાનો આવો બનાવ ભાગ્ય જ જોયો હશે. જેથી તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોર્ટે કહ્યું કે આરોપીને પસ્તાવો પણ નથી. તેને કાયદાનો ડર પણ ન દેખાયો. કોર્ટે કહ્યું કે આરોપીએ ઠંડા કલેજે બે લોકોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ કહ્યો છે. કોર્ટે કહ્યું કે ગ્રીષ્મા માત્ર 20 વર્ષની હતી. તેના પણ ઘણા સપના હશે. આ કેસમાં 506 પાનાનું જજમેન્ટ હતું. કોર્ટે આરોપીને 5 મે ના રોજ ફાંસીની સજા સંભળાવી દીધી છે.