ફાંસીની સજા પામેલા આ પાંચ ઘાતકી હત્યારાઓ સાથે ફેનિલને રખાશે, ફાંસીની સજા ન થાય ત્યાં સુધી ફેનિલને લાજપોર જેલમાં કરવું પડશે આ કામ

Gujarat

ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં માત્ર 82 દિવસમાં જ ચુકાદો આવી ગયો છે. ગત 5 મે ના રોજ આ કેસમાં સંડવાયેલા આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ત્યારબાદ ફેનિલને લાજપોર જેલમાં પાક્કા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો છે. અહી તેને કેદીને અપાતો ડ્રેસ પહેરાવવામાં આવ્યો છે. લાજપોર જેલમાં સી-5 યાર્ડમાં ફેનિલને ફાંસીની સજા પામેલા 5 ક્રૂર હત્યારાઓ સાથે રાખવામાં આવ્યો છે

લાજપોર જેલમાં ફેનિલને સી-5 રાખવામાં આવ્યો છે જ્યાં ફાંસીની સજાના અન્ય 5 આરોપીઓ પણ છે. તમામ કેદીઓની દેખરેખ માટે રાઉન્ડ ઓફ ક્લોક 2 વોર્ડન અને 1 વોચમેન મુકવામાં આવેલ છે. ફેનિલને ફાંસીના ફંદા પર ન લટકાવાય ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે. અહી તે કેદી નંબર 2231 તરીકે ઓળખાશે.

હત્યારો ફેનિલ ગોયાણી હવેથી લાજપોર જેલ બેરેક અને યાર્ડની સાફ સફાઈ કરશે. શરૂઆતના ત્રણ મહિના ફ્રીમાં અને ત્યારબાદ તેને પગાર આપવામાં આવશે. ફેનિલને લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને કેદી નંબર 2231 ફાળવવામાં આવ્યો છે. ફેનિલને પાક્કા કામના કેદીને અપાતા સફેદ કપડા આપવામાં આવ્યા છે. ફેનિલને સી-5 યાર્ડમાં 2 નંબરની બેરેકમાં રાખવામાં આવ્યો છે.

લાજપોર જેલમાં ફેનિલને સી-5 યાર્ડમાં ફાંસીની સજા થયેલા 5 ક્રૂર હત્યારા સાથે રાખવામાં આવ્યો છે. જેમાં 2019 માં 23 વર્ષીય અનિલ યાદવને બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. 44 વર્ષીય ટુકના બુધિયા દાસને એપીપી દિગંત તેવારની દલીલો બાદ હત્યાના ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી હતી.

આ ઉપરાંત 2021 માં દિનેશ બૈસાણેને અને ગુડ્ડુ યાદવને બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા ફટકારી હતી. ભેસ્તાનમાં કિશોરી પર અને રેપ, હત્યા અને માતાની પણ ક્રૂર હત્યા કરવાના કેસમાં 7 માર્ચ 2022 ના રોજ હર્ષસહાય ગુર્જરને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ફેનિલ ગોયાણીને ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટે 5 મે 2022 ના રોજ ફાંસીની સજા ફટકારી છે.

લાજપોર જેલમાં ફાંસીની સજામાં રાખવામાં આવેલા આ કેદીઓમાંથી 5 કેસમાં અંતિમ નિર્ણય બાકી છે. ફાંસીની સજા પામેલા 5 કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી. જેમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઉપરાંત રાષ્ટ્રપતિ સુધી અરજી કરવાની હોવાથી અંતિમ નિર્ણય બાકી છે. જ્યારે અનિલ યાદવના કેસમાં હાઇકોર્ટે પણ ફાંસીની સજા ફટકારી છે. જો કે આ કેસમાં સુપ્રીમ કોર્ટે ફાંસી પર પ્રતિબંધ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.