દેશભરમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજા થતી હોય છે તો કેટલાક જીવ ગુમાવતા હોય છે. હાલ માર્ગ અકસ્માતની ભયંકર ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. શનિવારે વહેલી સવારે મથુરા યમુના એક્સપ્રેસ વે પર એક્સિડન્ટમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. જ્યારે 2 હાલત ગંભીર છે.
મથુરામાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે હરદોઈ આવ્યો હતો. તેઓ શનિવારે વહેલી સવારે પરત ફરી રહયા હતા. આ દરમિયાન અકસ્માત થતા કારના આગળના ભાગના ચૂથા બોલી ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. પરિવારજનો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના સર્જાતા આખો પરિવાર ખતમ થઈ ગયો.
કારમાં 9 લોકો હતા. જેમાં વૃદ્ધ દંપતી સહિત તેમના બે દીકરા તથા વહુ અને 3 પૌત્ર હતા. તેમાંથી વૃદ્ધ દંપતીનો એક દિકરો અને ત્રણ વર્ષના પુત્રની હાલત ગંભીર છે. જ્યારે અન્ય સાત લોકોના મોત થયા છે. અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્પીડમાં જતી કાર આગળ વાહન સાથે અથડાતાં અક્સ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં અન્ય કોઈ વાહન નહોતું. જેથી પોલીસને શંકા છે કે કાર ચાલકને વહેલી સવારે ઝોકું આવવાના કારણે અકસ્માત થયો હશે. પોલીસે ઘટના સ્થળેથી ઘાયલોને કારમાંથી બહાર કાઢી કાઢ્યા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે સાત લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ મહિલા, ત્રણ પુરુષો અને એક બાળક છે. જ્યારે એક પુરુષ અને એક બાળકની હાલત ગંભીર છે. પોલીસે ઘણી મહેનત બાદ મૃતકોને બહાર કાઢ્યા હતા. મથુરામાં થયેલા આ માર્ગ અકસ્માત પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટે આદેશ આપ્યો છે.