સતત બીજા દિવસે IAS અધિકારી પૂજા સિંઘલને ત્યાં ED ના દરોડા, અત્યાર સુધીમાં અધધ 150 કરોડની સંપત્તિ મળી આવી

India

IAS પૂજા સિંઘલના સત્તાવાર આવાસ અને CA ની ઓફીસ સહિત 18 જગ્યાએ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દરોડા પાડયા હતા. જે દરમિયાન કરોડો રૂપિયા મળ્યા હતા. જે ED ની ટીમે જપ્ત કરી લીધા હતા. ત્યારબાદ સતત બીજા દિવસે પણ ED ની કાર્યવાહી આગળ વધી છે. ED એ અલગ અલગ જગ્યાએ દરોડા પાડયા છે.

IAS પૂજા સિંઘલના પતિ અભિષેક ઝા ની રાંચી સ્થિત પલ્સ હોસ્પિટલમાં પણ ED ના કર્મચારીઓ પહોંચ્યા હતા. આ પહેલા શુક્રવારે 25 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન CA સુમન પાસેથી 19 કરોડની રોકડ મળી આવી હતી. તપાસ દરમિયાન 150 કરોડની કિંમતની મિલકતના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. જે જપ્ત કરી લેવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ખુંટીમાં મનરેગામાં 18 કરોડની નાણાકીય ગેરરીતિના સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અપ્રમાણસર સંપત્તિનો અને ખાણ લીઝ કેસનો સમાવેશ થાય છે. જેમાં રામ વિનોદ સિંહા નામના સેક્શન અધિકારી વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી. જેમાં પૂછપરછ દરમિયાન પૂજા સિંઘલનું નામ આવતાં ED એ આ કાર્યવાહી કરી હતી.

પૂજા સિંઘલ સામે ED દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે ઓચિંતાની નહિ પરંતુ એક મહિના અગાઉ સરકારે માહિતી એકઠી કરી હતી. જેમાં ચાર અધિકારીઓના નામ રાજભવન મોકલવામાં આવ્યા હતા. જેમાં સૌથી ઉપર પૂજા સિંઘલનું નામ હતું. ED એ સતત બીજા દિવસે દરોડા પાડ્યા છે. જેમાં કરોડોની રોકડ અને 150 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત IAS પૂજા સિંઘલ અને CA સુમન કુમારની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.