કારનું ટાયર ફાટી જતા મોરબીના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, એક જ પરિવારના પાંચ લોકોના મોત

Gujarat

દેશમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. કેટલીકવાર અકસ્માતને કારણે લોકોને ગંભીર ઈજા થાય છે. તો કેટલીકવાર જાનહાનિ પણ થાય છે. હાલ અકસ્માતની ભયંકર ઘટના સામે આવી છે. મોરબી માળિયા હાઈ વે પર આવેલા અમરનગર ગામ નજીક રવિવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર કારનું ટાયર ફાટતા કાર રોંગ સાઈડ આવી ગયેલી આ દરમિયાન કાર સામેથી આવતા ટેમ્પો ટ્રાવેલ્સ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં પાંચના એક જ પરિવારના મોત થયા હતા તો કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ત્રણ વાહનો વચ્ચે સર્જાયો છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.

કારનું ટાયર ફાટતાં કાર બીજી ગાડી સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ કારમાં જઈ રહેલા લોકો મોરબીના રઘુવંશી સમાજના લોકો હતો. કચ્છથી માતાજીના દર્શન કરી પરત ફરી રહેલ કારનું ટાયર મોરબી માળિયા હાઈ-વે પર ફાટયુ હતું. જેને પગલે કારચાલકે સ્ટિરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવી રહેલ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો.

કચ્છથી માતાના દર્શન કરીને પરત આવતી વખતે મોરબીના જાણીતા વકીલ પિયુષ રવેશિયાના પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે મોરબીના વકીલ પિયુષભાઈના માતા પિતા તથા બહેન ભાણેજનું મોત નીપજયું હતું. જેમાં મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન નરેન્દ્રભાઈ રવેશિયા, જીજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્ર, રિયાન્સ ઘનશ્યામભાઈ જોબનપુત્ર અને જાદવજીભાઈ રવજીભાઈ ભુડિયા અકસ્માતનો ભોગ બન્યા છે.

ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજારની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મૃતકનાં પરિવારજનો આ ઘટનાની જાણ થતાં તેઓ શોકમાં ગરકી ગયા છે.

મળતી માહિતી અનુસાર મોરબીના રઘુવંશી પરિવારને સવારે કચ્છ જતી વખતે પણ અકસ્માત નડયો હતો. જો કે તેમાંથી સહી સલામત ઉગરી ગયા હતા જે પછી માતાજીના દર્શન કરીને પરત આવતી વેળાએ સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારનાં 4 લોકોનાં મોત થયા છે. એક જ પરિવારમાંથી ચાર સભ્યોની અર્થી ઉઠતા પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.