સુરતની શાળામાં વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલનો અનોખો પ્રેમ, પ્રિન્સિપાલે રાજીનામુ આપી દેતા વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું

Gujarat

સુરતના રાંદેર વિસ્તારની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા માટે આજે રોડ પર ઉતર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાળાના ટ્રસ્ટીઓ દ્વારા લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું રાજીનામું લેવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ રાજીનામું પરત લેવામાં આવે તેવી માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ ખરા તડકામાં વિરોધ પ્રદર્શન કરવા બેસી ગયા હતા. તેઓ કહેતા હતા કે જ્યાં સુધી રાજીનામું પરત લેવામાં નહિ આવે ત્યાં સુધી વિરોધ કરીશું. સુરતની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલનુ રાજીનામું પરત લેવામાં આવે તે માટે વિરોધ પ્રદર્શન કર્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ તડકામાં બેસીને ભારે હોબાળો મચાવ્યો હતો.

લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના પ્રિન્સિપલ જીગ્નેશભાઈ પટેલનું મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઇ લેવાતા શાળાના વિદ્યાર્થી અને વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યો છે. તેમની બસ એક જ માંગણી છે કે પ્રિન્સિપાલનું રાજીનામું પરત લેવામાં આવે. શાળાના ટ્રસ્ટીઓ દ્વારા આચાર્ય જીગ્નેશ પટેલનું રાજીનામું લેવામાં આવ્યું હોવાની વાત સામે આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.

વિદ્યાર્થીઓએ રેલી પણ કાઢી છે અને હોબાળો મચાવ્યો હતો. તેઓ આચાર્યનું રાજીનામું પરત લેવા માટે માંગણી કરી રહ્યા છે. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ ધરણા પણ શરૂ કર્યા હતા. જેમાં 400 વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ નારેબાજી પણ કરી હતી. આ ઉપરાંત આચાર્યને પરત ન લેવાય તો LC લઈ લેવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

કોમર્સ માધ્યમની વિદ્યાર્થીની શ્રેયા પટેલ જણાવ્યું હતું કે આચાર્ય જીગ્નેશ પટેલ વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા ટ્રસ્ટીઓ સામે રજૂઆત કરતા હતા. વિદ્યાર્થીના અભ્યાસને લઈને તેમના હિતમાં અવાજ ઉઠાવતા હતા જેના કારણે દ્વારા તેમને ટ્રસ્ટીઓ દ્વારા અપશબ્દો બોલવામા આવતા હતા. વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસા ગાઈને ખરા તડકામાં વિરોધ ચાલુ રાખ્યો હતો. સાથોસાથ જો જીગ્નેશ સરનું રાજીનામા પરત નહી લેવાય તો શાળામાંથી એલસી લઈ લેવાનું પણ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.