ગ્રીષ્માના ભાઈએ શેર કર્યો લાડલી બહેન ગ્રીષ્માનો વિડીયો, લખી એવી વાત કે વાંચીને સૌ કોઈ થઇ જશે ભાવુક

Gujarat

સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર હત્યા કરી નાખી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણીને ગત 5 મે ના રોજ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. ત્યાર બાદ આરોપીને લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો છે. જ્યાં તેને સાફ સફાઈનું કામ કરવું પડશે.

ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં માત્ર 82 દિવસમાં જ આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ત્યારે ગ્રીષ્માના પરિવારજનોએ કોર્ટના આ ન્યાય માટે સંતોષ વ્યક્ત કર્યો છે. ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાએ લાડલી બહેનની યાદમાં વિડીયો શેર કર્યો છે. જેના બેક ગ્રાઉન્ડમાં તેરી લાડલી.. સોંગ વાગી રહ્યું છે. ગ્રીષ્માના માતા પિતા અને ભાઈ બહેનના ઘણા બધા ફોટા એડિટ કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે.

આ હૃદયદ્રાવક વીડિયોની સાથે ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાએ એક મેસેજ પણ લખ્યું છે. જેમાં લખ્યું છે કે આરોપીને ફાંસીની સજા થઈ.. તે એક જ વાર મરશે, પરંતુ પરિવાર રોજ પુત્રીની યાદમાં આંસુઓ સાથે ઝુરશે. આ મેસેજ જોઈને સૌ કોઈ ભાવુક થઈ રહ્યા છે. લાડલી બહેન ગુમાવનાર ભાઈનો વલોપાત જોઈને લોકોની આંખો ભરાઈ આવે છે.

ગ્રીષ્માને મરવા માટે જ્યારે ફેનિલ પહોંચ્યો હતો ત્યારે ગ્રીષ્માનો ભાઈ પણ ત્યાં હાજર હતો. તે કહે છે કે આ ઘટના નજર સમક્ષ જોવી ખુબજ અઘરી હતી. ગ્રીષ્માને બચાવવા માટે તેના ભાઈએ ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ ફેનિલે તેના પર પણ ચપ્પુથી પ્રહાર કર્યા હતા. ત્યારબાદ ક્રૂર આરોપીએ માસૂમ ગ્રીષ્માનુ ગળું કાપીને હત્યા કરી નાખી હતી.

ગ્રીષ્માની હત્યાના ત્રણ દિવસ બાદ અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દીકરીને ડોલીમાં જોવાના સપના જોયા હતા પરંતુ કાળજાના કટકાને નનામિમાં જોઈને પરિવાર તૂટી પડ્યો હતો. જે ભાઈએ બહેનના લગ્નમાં જવતલ હોમવામાં સપના જોયા હતા તે ભાઈના હાથ બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોઈને તમામ લોકોની આંખ ભરાઈ આવી હતી.

ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સુરત કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ગ્રીષ્માના ભાઈએ હત્યા અગાઉનું અને હત્યા બાદનું સમગ્ર ચિત્ર કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. તેણે કહ્યું આરોપી સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે તેને સમજાવવા ગયો તો આરોપી ચપ્પુ મારા પેટમાં મરવા જતા હું બચી ગયો હતો. ત્યારબાદ તેણે ગ્રીષ્માને પકડી લીધી અને અમે બચવવા ગયા એ પહેલા એના ગળા પર ચપ્પુ ફેરવી દીધું.

ઘટનાની વાત કરીએ તો સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતના એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ 21 વર્ષિય યુવતી ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર ગળું કાપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેણે હાથની નસ કાપી ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે હોસ્પિટલમાંથી રજા મળતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં 5 મે ના રોજ આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે અને હાલ ફેનિલ પાક્કા કામના કેદી તરીકે લાજપોર જેલમાં બંધ છે.

Leave a Reply

Your email address will not be published.