મહેશભાઈ સવાણી વિશે સૌ કોઈ જાણે છે. તેમના સમાજ સેવાના કાર્યને લીધે તેઓ હેડલાઇન્સ પર રહે છે. થોડા સમય પહેલા તેઓ રાજકારણમાં જોડાયા હતા. જેથી તેઓ ચર્ચામાં રહ્યા હતા. લોકો આવા ઉદ્યોગપતિના જીવન વિશે જાણવા હંમેશા ઉત્સુક હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે હાલ તેઓ શું કરી રહ્યા છે.
ઉનાળાની ગરમીને લોકો ઠંડા વિસ્તારોમાં ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે. કારણે કે કાળજાળ ગરમીથી સૌ કોઈ છુટકારો મેળવવા માંગતા હોય છે. આ દરમિયાન મોટા ભાગે લોકો શિમલા મનાલી જેવા ઠંડા અને સુંદર સ્થળ પર જવાનું વધારે પસંદ કરે છે. અહી મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે. આ લોકેશન જ એટલું સુંદર છે કે જે કોઈ ફરવા જાય તે પોતાના ફોટા શેર કરે છે.
મહેશભાઈ સવાણી મનાલી ફરવા ગયા હતા. સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી મહેશભાઇના આ પ્રવાસના ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને તેઓ અલગ અલગ સમયે લોકોને ઉપયોગી થાય તેવી અને તેમના દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીના ફોટો તેઓ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.
મહેશ સવાણી મનાલીમાં ફરવા ગયા હતા તે ફોટાઓ પણ તેમણે શેર કર્યા છે. તેમના આ ફોટાઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મહેશભાઈ સવાણી વિશે સૌ કોઈ જાણે છે. તેઓ એક સફળ બિઝનેસમેન હોવાની સાથે સાથે સમાજિક અગ્રણી પણ છે. તેઓ સામજિક કાર્યમાં હંમેશા આગળ રહે છે અને પોતાનું યોગદાન આપે છે.
મહેશ સવાણીના મનાલી પ્રવાસના ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે છે કે તેઓ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં પણ સામાન્ય વ્યક્તિની જેમ તેઓ મનાલીમાં સમય વિતાવી રહ્યા છે. મહેશભાઈ સવાણી લોકો માટે પ્રેરણારૂપ છે. પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં પણ તેઓ સમાજ માટે કાર્ય કરવામાં પીછેહટ કરતા નથી.
મહેશભાઈ સવાણી થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે તેઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા જે દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ હતી. ત્યારબાદ અંગત કારણો અનુસાર તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે રાજકારણ છોડ્યા બાદ તેઓ પ્રકૃતિનો લાભ ઉઠાવી રહ્યા છે. આ પ્રવાસમાં તેમની સાથે ગિરીશ કોટેચા અને નિલેશ ધુલેસિયા પણ જોવા મળ્યા છે.