ચાર દિવસ બાદ હતા યુવતીના લગ્ન, થયું કંઈક એવું કે ઘરે આવી દીકરીની લાશ

India

દેશભરમાંથી કેટલીકવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ચોંકાવનારી હોય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નના ચાર દિવસ પહેલા યુવતીનું મૃત્યુ થયું છે. આ બનાવને કારણે યુવતીના પરિવારજનો શોકમાં ગરકી ગયા છે. પરિવારમાં યુવતીના લગ્નની તૈયારી ચાલી રહી હતી ત્યારે દીકરીના લગ્નના ચાર દિવસ પહેલા જ ઘરે લાશ આવતા પરિવારજનો ભાંગી પડ્યા.

ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિના મોત થયા હતા. આ કાર અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવતી પિન્કીના 12 મે ના રોજ લગ્ન હતા. જેથી ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલુ હતી. તે તેના મામા પ્રતાપ સિંહ, મામી ભાગીરથી દેવી અને ભાઈ-બહેન સાથે પોતાની પસંદગીનો લગ્નનો સામાન લેવા મેરઠ ગઈ હતી.

ત્યારબાદ તેઓ ઘરે આવવા માટે રવાના થયા હતાં યુવતીએ તેના ઘરે મેસેજ કર્યો હતો કે COMING SOON એટલે કે હું જલ્દી જ ઘરે પહોંચીશ. પરિવારજનો આ મેસેજ જોઈને દીકરીની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ દીકરીની લાશ ઘરે આવી. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ધ્રુજી ગયા. પિન્કીના ચાર દિવસ બાદ લગ્ન હતા. દીકરીની લાશ ઘરે આવતો લગ્નની ખુશીમાં માતમ છવાયો.

પોલિસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી તેમને મોબાઈલ મળી આવ્યા હતા. તેના મોબાઈલ દ્વારા પરિવારજનોને ઘટના અંગે જાણ કરતી વખતે મૃતક પિન્કીના મોબાઈલમાંથી આ મેસેજ મળ્યો હતો. ઋષિકેશથી બદ્રીનાથ રાષ્ટ્રિય ધોરીમાર્ગ નજીક એક કાર ખીણમાં પડતા કારમાં બેઠેલા પાંચ વ્યક્તિના મોત થયા હતા.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ એક જ પરિવારના સભ્યો હતા. મૃતકમાં પતિ પત્ની, બે છોકરાઓ અને એક છોકરી હતા. યુવતીના 12 મેના રોજ લગ્ન થવાના હતા. જે પિન્કીના હાથ ચાર દિવસ પછી પીળા થવાના હતા તેનો સામાન ખાઈમાં ચારેબાજુ ફેલાયેલો પડ્યો હતો. આ બનાવને કારણે પરિવારમાં આક્રંદ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published.