હદયરોગના હુમલાથી દીકરાનું અવસાન થયુ, સાસુએ વહુના બીજા લગ્ન કરાવીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું

Gujarat

આપણે કેટલીક વાર ઘરમાં સાસુ વહુના ઝઘડાની વાત સાંભળી હોય છે. મોટા ભાગના ઘરમાં સાસુ વહુ વચ્ચે નાની મોટી વાતને લઈને માથાકૂટ થતી હોય છે. ત્યારે હાલ ગુજરાતમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાસુએ પોતાની વહુ માટે અનોખું કાર્ય કર્યું છે. જે સાબિત કરે છે કે આ સંબંધ સાસુ વહુનો નહીં પરંતુ માતા પુત્રી જેટલો ખાસ હશે. આ કિસ્સો ગુજરાતના નવસારી જિલ્લાનો છે.

નવસારી જિલ્લાના ઘાંચી સમાજના જયાબેન અમૃતભાઈ ગાંધીનો દીકરો ત્રણ વર્ષ પહેલા હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યો હતો. જેથી તેમના પત્ની સ્વીટીબહેન વિધવા થયા હતા. તેમને નવ વર્ષનો દીકરો પણ હતો. જે આજે બાર વર્ષનો છે. ત્યારે દીકરાના અવસાન બાદ તેમની માતાએ પિતાની વિધવા વહુ માટે એક અનોખું કાર્ય કરીને સમાજમાં ઉત્તમ દાખલો બેસાડયો છે.

સ્વીટી બહેનના સાસુ સસરાએ પોતાની વહુને દીકરી ગણીને તેના પુનઃલગ્ન કરાવ્યા. તેમણે સ્વીટી બહેનના લગ્ન સુરતના ઉધના ખાતે રહેતા દિનેશ ભરૂચા નામના યુવક સાથે કરાવ્યા. દિનેશભાઈના પત્ની અને માતા દોઢ વર્ષ પહેલા કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા હતા. દિવ્યેશ ભાઈ સારી નોકરી કરે છે અને તેઓ એકલા જ હતા.

સ્વીટી બહેનના સાસુને દિવ્યેશ ભાઈ સાથે તેમના લગ્ન કરાવી અને સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો. નવસારી શાકભાજી માર્કેટની સામે આવેલા વિષ્ણુ ભગવાન મંદિરમાં આજે આ અનોખા લગ્ન કર્યા હતા. સાસુના આશીર્વાદ લઇ સ્વીટી બહેને બહેને દિવ્યેશભાઈ સાથે સાત ફેરા ફરી અને પ્રભુતામાં પગલા માંડયા છે.

આ બાબતે જયાબહેન કહે છે કે પરિવારની વહુ વિધવા થઈ તો તેને ઘરે બેસાડી રાખવાની બદલે અન્ય જગ્યાએ તેનો સંસાર મંડાઈ એટલા માટે મારા મનમાં વિચાર આવ્યો હતો. જેથી મે વિધવા વહુને દીકરી ગણીને લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના માટે સારો છોકરો શોધીને વહુને દીકરી ગણીને તેના લગ્ન કરાવ્યા અને સાસરે વળાવી જેથી તેનો સંસાર મંડાઈ શકે.

Leave a Reply

Your email address will not be published.